તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બોલીવૂડના કલાકારોને ચરસ પૂરું પાડતો તસ્કર ઝડપાઈ ગયો

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આરોપી બિગ્ગી યુટયુબ ચેનલનો ડાયરેક્ટરઃ મનાલી ચરસ જપ્ત કરાયું

મુંબઈમાં ડ્રગ્સની તસ્કરી અટકાવવા માટે વિવિધ એજન્સીઓએ વિશેષ ઝુંબેશ ઉપાડી છે. આના ભાગરૂપે એન્ટી નાર્કોટિક્સ સેલના બાંદરા યુનિટ દ્વારા અંધેરીથી એક આરોપીને ઝડપી લેવાયે છે. તે બિગ્ગી યુટ્યુબનો ચેનલ ડાયરેક્ટર છે અને બોલીવૂડના કલાકારોને ઉચ્ચ ગુણવત્તાનું મનાલી ચરસ વેચતો હતો એવું તપાસમાં બહાર આવ્યું છે.વિશ્વસનીય માહિતીને આધારે પોલીસ ટીમે શુક્રવારે વહેલી સવારે રાજશ્રી બિલ્ડિંગ સામેની ફૂટપાથ, જુહુ વર્સોવા લિંક રોડ, અંધેરી પશ્ચિમમાં છટકું ગોઠવ્યું હતું.

તે સમયે એક આરોપી શંકાસ્પદ હાલતમાં જણાયો હતો. તેની પાસે લાલ રંગની કાપડની થેલી હતી. તેને આંતરીને થેલીમાં તપાસ કરતાં તેમાંથી ચરસ મળી આવ્યું હતું. આરોપીને ગૌતમ દિલીપ દત્તા (46) તરીકે ઓળખી કાઢવામાં આવ્યો હતો. તે વેસાવા મચ્છીમાર માંગેલા સોસાયટી, જુહુ વર્સોવા લિંક રોડ ખાતેનો રહેવાસી છે. તે બિગ્ગી યુટ્યુબ ચેનલનો ડાયરેક્ટર છે. તેની પાસેથી થેલીમાંથી 1 કિલોનું ઉચ્ચ ગુણવત્તાનું મનાલી ચરસ મળી આવ્યું હતું, જેની બજારકિંમત રૂ. 50 લાખ જેટલી છે.

આરોપીની ઊલટતપાસ લેતાં મનાલી ચરસની બોલીવૂડના કલાકારોમાં ધૂમ માગણી છે. આથી તે કેટલાક બોલીવૂડના કલાકારો અને અન્ય હસ્તીઓને આ ચરસ વેચતો હોવાનું બહાર આવ્યું છે. આને આધારે વધુ તપાસ ચાલી રહી છે. આરોપી આ જથ્થો ક્યાંથી લાવતો અને તેની સાથે અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે, એમ પોલીસે જણાવ્યું હતું. નોંધનીય છે કે ચરસના અતિસેવનને લીધે શરીર પર નકારાત્મક અસર થાય છે. આને કારણે માનસિક સંતુલન બગડવું, અનિદ્રા, નપુંસકતા જેવી અસર થાય છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...