તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:લાખોના દાગીના લઈ ભાગી ગયેલો નોકર થાણેમાં ઝડપાયો

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • ભાંડુપમાં ઝવેરીના 53,80,499ના દાગીના ચોર્યા હતા

ભાંડુપના એક ઝવેરી પાસે છેલ્લાં 2 વર્ષથી કામ કરતો નોકર દાનત બગડતાં લાખ્ખોનો દાગીના લઈને પલાયન થઈ હતો, પરંતુ પોલીસે 24 કલાકની અંદર તેને મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. આરોપીને બિપિન હીરજીભાઈ મકવાણા તરીકે ઓળખી કાઢવામાં આવ્યો છે, જે અમદાવાદના બાપુનગરનો રહેવાસી છે.

ભાંડુપ પશ્ચિમના ઝવેરી અંકિત અશોક કોઠારીની સિદ્ધિ માઉન્ટિંગ એફ-228, 2જો માળ, શરદ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, લેક રોડ ખાતે સોના- ચાંદીના દાગીના બનાવવાનું કારખાનું છે. મકવાણા છેલ્લાં 2 વર્ષથી તેમની પાસે કામ કરતો હતો. 8 ફેબ્રુઆરીના રોજ મકવાણા દુકાનમાં આવ્યો અને રૂ. 53,80,499ના દાગીના ચોરીને ભાગી ગયો હતો. આ અંગે ફરિયાદ નોંધાતાં જ પોલીસે ત્રણ ટીમ તૈયાર કરી હતી.

એક ટીમ અમદાવાદના બાપુનગરમાં પહોંચી હતી. જોકે મકવાણાને પોલીસ આવવાની છે એવી જાણ થતાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની શોધ ચાલુ જ રાખી હતી. આખરે થાણેના નૌપાડામાં તે હોવાની માહિતી મળી હતી. આથી ત્યાં એક ટીમે જઈને આરોપીને ઝડપી લીધો હતો.આરોપી પાસેથી ચોરી કરેલા સર્વ દાગીના હસ્તગત કરવામાં આવ્યા છે. મોજમજા કરવા માટે ઝટપટ મોટી રકમ કમાવાના ઈરાદાથી તેણે આ ચોરી કરી હતી, પરંતુ પોલીસે 24 કલાકમાં તેને પકડી પાડીને જેલના સળિયા ગણતો કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો