છેતરપિંડી:મુંબઈના એક મોટા ડોક્ટર સામે લગ્નની લાલચે નર્સ સાથે દુષ્કર્મનો ગુનો નોંધાયો

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાંદરા પોલીસમાં કલમ 376 અંતર્ગત ગુનો દાખલ

મુંબઈના એક મોટા ડોક્ટર સામે લગ્નની લાલચે દુષ્કર્મ કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માહિમની એક નામાંકિત હોસ્પિટલમાં સેવા આપતા આ ડોક્ટર સામે નર્સે બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ડો. નિખિલ જોન સામે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ કરતી ફરિયાદ નર્સે બાંદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ફરિયાદ અનુસાર પીડિતા અને ડોક્ટરની મુલાકાત 2014માં છત્તીસગઢમાં થઈ હતી. બંનેની ઓળખ પછી આગળ જતાં મૈત્રીમાં પરિણમી હતી અને તે પછી પ્રેમમાં રૂપાંતર થયું હતું.આ પછી આરોપી ડોક્ટરે લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે થોડા સમય પછી નર્સે લગ્ન કરવાનો આગ્રહ કરતાં ડોક્ટરે સાફ ઈનકાર કરી દીધો હતો. આ પછી પોતાની સાથે છેતરપિંડી થઈ છે એવું જણાતાં નર્સે શુક્રવારે રાત્રે બાંદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...