તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:મુંબઈમાં દાગીનાની ચોરી કરીને અમદાવાદમાં વેચનારો ઝડપાયો

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ઘરફોડી કરીને દાગીના અમદાવાદમાં પત્નીને વેચવા માટે આપતા ઘરફોડુને સાંતાક્રુઝ વાકોલા પોલીસે ઝડપી લીધો છે. રાત્રે આંખે દેખાતું નહીં હોવાથી તે દિવસમાં બંધ ઘરોમાં ઘરફોડી કરતો હતો. અન્ય બે રીઢા ઘરફોડુઓની પણ ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

આરોપીઓને રમજાન અલી ઉર્ફે કરામત અલી, રાકેશ ખરટમોલ અને રોહિત રાઠોડનો સમાવેશ થાય છે. કરામત અલીને રાત્રે આંખે દેખાતું નથી. આથી તે દિવસમાં બંધ ઘરોમાં ઘરફોડીઓ કરતો હતો. ઘરફોડીમાં મળતા દાગીના લઈને તે ટ્રેન દ્વારા અમદાવાદ જતો હતો. ત્યાં પત્નીને દાગીના આપીને આવતો હતો. તેની પત્ની ચોરીના દાગીના જ્વેલર્સને વેચી મારતી હતી. તેમની હવે પોલીસ તપાસ કરી રહી છે.સાંતાક્રુઝ પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસથી ઘરફોડીઓની ઘટનાઓમાં વધારો થયો હતો. આથી પોલીસે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. ઝોન-8ના ડીસીપી મંજુનાથ સિંગેની સૂચના અનુસાર સિનિયર પીઆઈ સુનયના નટેની આગેવાનીમાં પીઆઈ રાજેશ શિંદે, પીએસઆઈ નીતિન સવણે, સોંદણકર, પાટીલ, પોટે, બારવરકર, મિસ્ત્રીની ટીમે તપાસ શરૂ કરી હતી.

તેમાં કરામત અલીને સૌપ્રથમ ઝડપી લેવાયો હતો. તેની આકરી પૂછપરછ કરવામાં આવતાં તેણે વાકોલા વિસ્તારમાં અનેક ઘરફોડીઓ કરી હોવાની કબૂલૈત કરી હતી. કરામત અલી ધારાવી વિસ્તારમાં ભાડા પર રહે છે. તેને રાત્રે દેખાતું નથી. આથી સવારે નશો કરીને તે લક્ષ્યનાઘરે પહોંચી જતો. ઘરફોડીમાં મળતા દાગીના અમદાવાદમાં પત્નીને આપીને આવતો હતો. પત્ની સ્થાનિક જ્વેલર્સ પાસે વેચી મારતી હતી.

અન્ય સમાચારો પણ છે...