તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પવારની ભૂમિકા તપાસવા માટે હાઈ કોર્ટમાં બીજી અરજી કરાઈ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આ પ્રકરણની સીબીઆઈ કે ઈડી મારફત તપાસ કરવા અંગેની માગણી

મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીલ સિંહના લેટરબોમ્બ સંદર્ભે હાઈ કોર્ટમાં વધુ એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ સંપૂર્ણ પ્રકરણમાં રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારની ભૂમિકાની પણ તપાસ કરવાની જરૂર હોવાનો ઉલ્લેખ નવેસરથી દાખલ કરેલી અરજીમાં કરવામાં આવ્યો છે. 90 વર્ષીય નિવૃત આઈપીએસ અધિકારી જુલિયો રિબેરો મારફત તપાસ કરાવવાની સલાહ આપવા પાછળ શરદ પવારનો ચોક્કસ શો હેતુ હતો? એવો સવાલ આ અરજીમાં કરવામાં આવ્યો છે.

આ અરજી ઘનશ્યામ ઉપાધ્યાયે દાખલ કરી છે. ટૂંક સમયમાં આ અરજી પર સુનાવણી થવાની શક્યતા છે. આ પ્રકરણની સીબીઆઈ કે ઈડી મારફત તપાસ કરવાનો નિર્દેશ આપવાની માગણી પણ આ અરજીમાં કરવામાં આવી છે. દર મહિને રૂ. 100 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ હોવાથી પીએમએલએ અંતર્ગત તમામ સંબંધિત પોલીસ અધિકારીઓની સંપતિની જપ્તી કરવાની માગણી પણ અરજીમાં કરવામાં આવી છે.

સ્વતંત્ર તપાસ યંત્રણાની માગણી : કથિત દર મહિને રૂ. 100 કરોડના ભ્રષ્ટાચારના આરોપ બાબતે અરજદાર જયશ્રી પાટીલે મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જો કે આ સંદર્ભે હજી ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. રાજકીય દબાણ હેઠળ પોલીસ કાર્યવાહી કરતી ન હોવાથી આ પ્રકરણની સીબીઆઈ, ઈડી અથવા સ્વતંત્ર તપાસ યંત્રણા દ્વારા તપાસ કરવાની માગણી કરતી ફોજદારી અરજી જયશ્રી પાટીલે હાઈ કોર્ટમાં કરી છે.

પરમવીર સિંહે પત્રમાં ઉલ્લેખ કરેલા દિવસોનું સીસી ટીવી ફૂટેજ તાબામાં લેવાનો આદેશ પોલીસને આપવામાં આવે એવી માગણી આ અરજીમાં કરવામાં આવી છે. તેમ જ સિંહ પોલીસ વિભાગના સર્વોચ્ચ પદનો કાર્યભાર એક વર્ષ સુધી સંભાળી રહ્યા હતા અને છતાં તેમણે આ બાબત પર કંઈ જ જ‌ણાવ્યું નહીં કે કાર્યવાહી પણ ન કરી. તેથી તેમના કામની પણ તપાસ કરવામાં આવે એવી માગણી પાટીલે કરી છે. આ સંપૂર્ણ પ્રકરણમાં રાજ્યના વિદ્યમાન ગૃહ મંત્રી અનિલ દેશમુખ, સસપેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝે અને અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધીને સ્વતંત્ર તપાસ યંત્રણાને તપાસ કરવાનો નિર્દેશ આપવો એવી મુખ્ય માગણી અરજીમાં કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો