સુવિધા:મહાપાલિકા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત સ્કૂલ ઉપક્રમ મૂકાશે

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગિરદીમુક્ત પરિસર, પાર્કિંગ અને અગ્નિશમન યંત્રણા સુવિધા ઉપલબ્ધ

મહાપાલિકાના વિદ્યાર્થીઓ સ્કૂલમાં સુરક્ષિત વાતાવરણમાં ભણી શકે એ માટે હવે સુરક્ષિત સ્કૂલ ઉપક્રમ અમલમાં મૂકાશે. એના માટે પ્રશાસને કૃતિ રૂપરેખા તૈયાર કરી છે. એમાં ગિરદીમુક્ત સ્કૂલ પરિસર, અગ્નિશમન યંત્રણા, સ્વરક્ષણના પાઠ, ચાલવા અને સાઈકલિંગને પ્રોત્સાહન જેવા ઉપક્રમ અમલમાં મૂકાશે. ઉપયોગ ન હોય એવી જમીન પર પાર્કિંગ સુવિધા ઊભી કરવાનું પણ વિચારાધીન છે. મહાપાલિકાની સ્કૂલો અને સ્કૂલનો પરિસર સુરક્ષિત કરવા માટે મહાપાલિકા પ્રશાસન દ્વારા વિશેષ ઉપક્રમ શરૂ કરવામાં આવ્યા છે એવી માહિતી મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલે બજેટમાં સ્પષ્ટ કર્યું હતું.

આ રૂપરેખા તૈયાર કરતા પરિસર સુરક્ષિત કરવા સાથે જ સ્કૂલ અને સમાજમાં હકારાત્મક સંબંધ નિર્માણ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવશે. સ્કૂલ પરિસરમાં ચાલવા માટે તથા સાઈકલ ચલાવવા યોગ્ય પદ્ધતિથી વાહનવ્યહારનું નિયોજન કરવામાં આવશે. મહાપાલિકાના 4 હજાર 300 વિદ્યાર્થીઓને કોવિડના સમયમાં સ્વરક્ષણના પાઠ ઓનલાઈન ભણાવવામાં આવ્યા છએ. પાંચમાથી નવમા ધોરણના વિદ્યાર્થીઓને નિષ્ણાતો દ્વારા આ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

કોઈ પણ આપતિમાં પ્રથમ પ્રતિસાદ મહત્વનો હોય છે. સ્કૂલમાં આપત્કાલીન પરિસ્થિતિ નિર્માણ થાય તો શિક્ષક અને શિક્ષકેતર કર્મચારી આપતિના સમયે પહેલો પ્રતિસાદ આપી શકશે. એના માટે શિક્ષકોને આપતિ વ્યવસ્થાપનના પાઠ ભણાવવામાં આવ્યા છે. મહાપાલિકાની તેમ જ ખાનગી અનુદાનિત સ્કૂલના 2 હજાર 398 શિક્ષકોને આપતિ વ્યવસ્થાપનના પાઠ ભણાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...