માજી નગરસેવકોનો પક્ષપલટો:શિવસેનાને આંચકો આપવાની તૈયારી કરનાર ભાજપમાં ગાબડું

મુંબઇ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

કલ્યાણ- ડોંબિવલીમાં આગામી મહાપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં લેતાં રાજકીય ગતિવિધિઓએ ગતિ પકડી છે. ડોંબિવલીમાં ભાજપનો પ્રભાવ ઓછો કરવા શિવસેનાએ પગલાં લેવાનું શરૂ કર્યું છે. શિવસેનાના આ પ્રયાસને સફળતા મળી હોય તેમ જણાય છે, કારણ કે ભાજપના ત્રણ માજી નગરસેવકો સાથે અમુક મોટા પદાધિકારીઓએ શિવસેના સાતે હાથ મેળવ્યા છે.

થાણે જિલ્લાના પાલકમંત્રી અને નગરવિકાસ મંત્રી એકનાથ ખડસેની હાજરીમાં આ પદાધિકારીઓ શિવસેનામાં પ્રવેશ કરવાના છે. માજી નગરસેવક મહેશ પાટીલ, નગરસેવિકા સુનીતા પાટીલ અને સાયલી વિચારેનો તેમાં સમાવેશ થાય છે. આ સાથે પરિવહન સમિતિના સભ્ય સંજયરાણે, ખોણી ગ્રામ પંચાયતના સભ્ય હનુમાન ઠોંબરે જેવા પદાધિકારીઓ પણ તેમના કાર્યકરો સાથે શિવસેનામાં જોડાઈ રહ્યા છે.ડોંબિવલી ભાજપનો ગઢ માનવામાં આવે છે. જોકે મહાપાલિકામાં શિવસેનાની તાકાત વધુ છે. ગત મહાપાલિકાની ચૂંટણીમાં શિવસેનાના 52 અને ભાજપના 43 નગરસેવક ચૂંટાઈ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...