તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:સિકલ સેલ રોગની માવજત કરવા નીતિગત અભિગમ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોગ પર જાગૃતિ વધારવા પરિસંવાદનું આયોજન

ભારતમાં સિકલ સેલ રોગની પરિપૂર્ણ માવજત માટે નીતિ આધારિત અભિગમ અપનાવવા સરકાર દ્વારા ભારપૂર્વક ભલામણ કરવામાંઆવી છે. ફિક્કી દ્વારા નોવાર્તિસ, નાસ્કો અને ગેસ્કડો દ્વારા આ રોગ પર જાગૃતિ વધારવા માટે દ્વિતીય રાષ્ટ્રીય સિકલ કોન્ક્લેવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.નેશનલ એસસીડી કાઉન્સિલના સભ્ય અને નોવાર્તિસ ઓન્કોલોજી ઈન્ડિયાના જનરલ મેનેજર સૌમિલ મોદીએ જણાવ્યું હતું કે અમે સિકલ સેલ રોગના યોદ્ધાઓ લડાઈમાં એકલા નથી તેની ખાતરી રાખવા માટે દર્દી સમુદાયો સાથે ભાગીદારી કરવા અને જાગૃતિ વધારવા માટે વચનબદ્ધ છીએ.

નવાં અને ડિજિટલ પ્રેરિત નિવારણો સાથે દેશભરમાં સુધારિત સિકલ સેલ રોગનું સ્ક્રીનિંગ અને આધુનિક ઉપાયોને પહોંચ થકી દર્દીઓના સશક્ત બનાવવાના અમારા બમણા હેતુઓને પહોંચી વળવાની અમને આશા છે.પ્રાથમિક સ્તરે આરોગ્ય પ્રણાલીઓનું મજબૂતીકરણ જેવી વિવિધ લક્ષ્યની પહેલો થકી અમે સુસંગત હિસ્સાધારકો સાથે ભાગીદારીમાં આ રોગની માવજત માટે અસરકારક અને પરિપૂર્ણ પર્યાવરણ પ્રણાલી બનાવવા કટિબદ્ધ છીએ, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...