તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિક્રોલીમાં ઈમારતમાંથી પડેલો દોઢ ફૂટનો સળિયો મહિલાની છાતીમાં આરપાર થયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયન હોસ્પિટલમાં ત્રણ કલાકની જટિલ શસ્ત્રક્રિયા પછી જીવ બચાવાયો

વિક્રોલી પૂર્વમાં બાંધકામ હેઠળની એક ઈમારતમાંથી દોઢ ફૂટ સળિયો નીચે પડતાં ત્યાં કામ કરતી 29 વર્ષીય મહિલા કામગારની છાતીમાં આરપાર ઘૂસી ગયો હતો. તે સમયે હાજર બધા હૃદયના ધબકારા ચૂકી ગયા હતા, પરંતુ મહાપાલિકા સંચાલિત સાયન હોસ્પિટલમાં ડોક્ટરોએ ત્રણ કલાક ચાલેલી જટિલ શસ્ત્રક્રિયાને અંતે સળિયો બહાર કાઢીને મહિલાનો જીવ બચાવી લીધો છે.

ડીન ડો. મોહન જોશીના માર્ગદર્શનમાં આ મુશ્કેલ શસ્ત્રક્રિયા પાર પાડવામાં આવી હતી. 19 જૂને વિક્રલી પૂર્વમાં નિર્માણાધીન ઈમારતનું બાંધકામ ચાલતું હતું, જ્યાં એક દંપતી મજૂરી કરે છે. તેમાંથી મહિલા ઈમારતની નીચે બાંધકામ સંબંધી કામ કરતી હતી. બપોરે 3 વાગ્યે ઉપરના માળ પરથી એક સળિયો પડ્યો હતો, જે મહિલાની છાતીમાં આરપાર નીકળી ગયો હતો.

આ પછી અત્યંત ગંભીર પરિસ્થિતિમાં મહિલાને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જોકે અહીં શસ્ત્રક્રિયા શક્ય નહીં હોવાથી સાયન હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં સાંજે 6 વાગ્યે આઈસીયુમાં ખસેડવામાં આવી હતી. ગંભીર પરિસ્થિતિને લઈ તુરંત શસ્ત્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો હતો. મહિલાને સુવડાવવાનું પણ શક્ય નહોતું.

આ ડોક્ટરોએ જીવનદાન આપ્યું
એક અઠવાડિયા પછી હવે મહિલાની તબિયત જોખમની બહાર છે. કુલ 12 જણની ટીમે આ કામગીરી પાર પાડી હતી. ટીમમાં ડો. વિનીત કુમાર, ડો. રણજિત કાંબળે, ડો. પાર્થ પટેલ, ડો. કુંતલ સુરાણા, ડો. તેજસ્વિની જાંબોટકર, ડો. અમેય, ડો. પ્રાજક્તા, નર્સ તેજસ્વિની ગાયકવાડ, આસિસ્ટન્ટ ભાસ્કર લહાનગેનો સમાવેશ થતો હતો.

અન્ય સમાચારો પણ છે...