નવજાતનો ચમત્કારિક બચાવ:ગટરમાં ફેંકાયેલી નવજાતનો જીવ બિલાડીને કારણે બચી ગયો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 દિવસની પરીને નવજીવન મળ્યું: પોલીસ દ્વારા માતા-પિતાની શોધ શરૂ

મુંબઈની એક હૃદયદ્રાવક ઘટનામાં નાળામાં વહી રહેલા એક નવજાતને જોઈને કેટલીક બિલાડીઓએ અવાજ કરવાનું શરૂ કર્યુ. ત્યાર બાદ સ્થાનીય લોકોની નજર તેની પર પડતા મુંબઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ટીમ કોઈની રાહ જોયા વગર ઘટનાસ્થળે પહોંચીને નવજાતને બચાવી લીધું હતું.

આ ઘટના મુંબઈના પંતનગર વિસ્તારની છે, સોમવારે સાંજે કોઈએ નવજાતને નાળામાં તરછોડી દીધું હતું. આ ઘટના પર મુંબઈ પોલીસે ટ્વિટ કરીને કહ્યું, કપડામાં લપટાયેલા નવજાતને રસ્તામાં ફરી રહેલી બિલાડીઓએ જોયું, ત્યાર બાદ તે અવાજ કરવા લાગી, આજુબાજુના લોકો અવાજ સાંભળીને બહાર નીકળ્યા. લોકોએ પંતનગર પોલીસ સ્ટેશનને તાત્કાલિક સંપર્ક કર્યો અને મુંબઈ પોલીસ ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચી ગઈ હતી.

નવજાતનો ચમત્કારિક બચાવ
મહિલાની આગેવાની હેઠળની પોલીસ ટીમ દ્વારા ઘાટકોપરના રમાબાઈ નગર પાસેના નાળામાંથી નવજાતને બચાવી લેવામાં આવ્યા પછી કોઈને ખાતરી નહોતી કે નવજાતની જિંદગી બચી જશે. નવજાતના શરીર પર સાધારણ ટી-શર્ટ સિવાય બીજું કશું નહોતું અને ઓછામાં ઓછા એક કલાક સુધી ગટરના પાણી અને કચરાપેટીમાં પલળી હતી. પરી નસીબદાર હતી કે તે ડૂબી નહીં, ગૂંગળામણ નહીં થઈ કે પાણીથી થીજી નહીં. તેના સતત રડવા પર રહેવાસીઓ સતર્ક બન્યા, જેમણે પોલીસને જાણ કરી. પોલીસ ટીમે સામાન્ય સમજ અને ઝડપ સાથે કામ કર્યું હતું. સમયસર હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરીની તબિયત હવે સારી રહી છે. પંતનગર પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ કરી છે.

માતા- પિતાની શોધખોળ શરૂ
પોલીસ ટીમે નવજાતને નાળામાંથી બહાર કાઢ્યું અને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. ત્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે હવે નવજાત જોખમની બહાર છે અને સ્વસ્થ છે. પોલીસે ટ્વીટમાં નવજાત શિશુનો ફોટો પણ શેર કર્યો છે. બાળકને ફેંકનાર અને તેનાં માતા -પિતાની શોધખોળ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે, નવજાતનું નામ પરી રાખવામાં આવ્યું છે અને તે ઉપનગરીય હોસ્પિટલમાં બધાની વહાલી બની ગઇ છે, પરંતુ તેનો ચળકાટ, 12 દિવસની જિંદગી અત્યાર સુધી એક પરીકથા સિવાય કંઈ પણ નથી રહી.

અન્ય સમાચારો પણ છે...