નિર્ણય:જનતા- પોલીસ વચ્ચે અંતર દૂર કરવા મહોલ્લા સમિતિ સ્થપાશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરેક ઝોન અને પ્રદેશમાં એડવાન્સ્ડ લોકેલિટી મેનેજમેન્ટ

મુંબઈના પોલીસ કમિશનર સંજય પાંડેએ શહેરના દરેક ઝોન અને પ્રદેશમાં એડવાન્સ્ડ લોકેલિટી મેનેજમેન્ટ (એએલએમ) અને મહોલ્લા સમિતિના સભ્યોની એક સમિતિ સ્થાપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રવિવારે બપોરે ફેસબુક પર લાઈવ આવેલા પાંડેએ જણાવ્યું હતું કે જનતા અને પોલીસ વચ્ચે અંતર દૂર કરવા એએલએમ અને મહોલ્લા સમિતિના સભ્યોની એક સમિતિ સ્થાપવાનો નિર્ણય લીધો છે.

પાંડેએ જણાવ્યું કે મુંબઈ શહેરમાં દક્ષિણ, મધ્ય, પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર એમ પાંચ ક્ષેત્ર છે. દરેક પ્રદેશમાં સક્રિય જૂથના ત્રણ સભ્ય હતા. આ જ રીતે આખા શહેરમાં 12 ઝોન છે અને દરેક ઝોનમાં 60 જણની ટીમમાં પાંચ સભ્ય રહેશે. તે બધા પર વરિષ્ઠ અધિકારી દેખરેખ રાખશે.

પાંડેએ જણાવ્યું કે તેને લીધે સમાજની વિવિધ સમસ્યાઓ સામે લાવવામાં મદદ થશે અને તેની પર ઉકેલ લાવવામાં પણ મદદ થશે. આ મુદ્દો ઉપાડવા માટે અમને રચના જોઈએ છે. મને યાદ છે કે બેસ્ટને મારા એક પત્ર પછી આ સમસ્યાનો ઉકેલ આવી ગયો હતો. આવી અનેક સમસ્યા છે, જેની શોધ લગાવવામાં આવી શકે છે. અમે દરેક મહિનાની એક બેઠક આયોજિત કરી શકીએ છીએ, જે ચૂંટણી અને તણાવપૂર્ણ પરિસ્થિતિમાં પણ લેવાઈ શકે છે.હું મુંબઈના પોલીસ કમિશનર તરીકે આવ્યો ત્યારે મને મહાપાલિકાના રહેવાસી સંગઠન વિશે માહિતી મળી. જોઈન્ટ કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે આયોજિત કરેલા એક કાર્યક્રમમાં રહેવાસી સંગઠન બાબતની માહિતી જાણવા મળી.

લાઉડસ્પીકર માટે 84 અરજી
મુંબઈમાં લાઉડસ્પીકરની પરવાનગી માટે પોલીસને 84 અરજી મળી છે એવી માહિતી પોલીસ કમિશનર સંજય પાંડેએ આપી હતી. હજી વધુ અરજી આવશે તો તેના માટે પણ પરવાનગી આપવામાં આવશે એમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...