આયોજન:જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે સીપ્ઝમાં ભવ્ય કોમન ફેસિલિટી સેન્ટર ઊભું થશે

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેકનોલોજી, ટ્રેડ, ટ્રેનિંગ પર વધુ ધ્યાન આપો : પીયુષ ગોયલ

મુંબઈમાં સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (સીપ્ઝ) સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) ખાતે જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે ભવ્ય કોમન ફેસિલિટી સેન્ટર માટે શનિવારે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલને હસ્તે શિલારોપણવિધિ પાર પડી.આ સેન્ટર રૂ. 70 કરોડનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને જેમ્સ એન્ડ જ્વેલરી માટે દેશના નોંધપાત્ર ઉત્પાદન કેન્દ્રના હાર્દમાં સ્થિત કુશળતા તાલીમ અને મહત્ત્વપૂર્ણ વેપાર સુવિધાના કેન્દ્રનું કેન્દ્રબિંદુ બની રહેશે. આવું એક એકમ સુરતમાં છે.

આ એકમ ક્ષેત્રને ઉત્પાદન અને અન્ય સંલગ્નિત પ્રક્રિયાઓ માટે અત્યાધુનિક ટેકનોલોજી પૂરી પાડશે. કેન્દ્ર સક્ષમ કાર્યબળ બનાવવા માટે કુશળતા અને તાલીમ આધાર પણ આપશે. ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી પાસે આજની તારીખે 4.5 મિલિયનનું સૌથી વિશાળ કાર્યબળ છે.સંપૂર્ણ સીપ્ઝ આગામી 3-5 વર્ષમાં ધીમે ધીમે પુનઃનિર્માણ પામીને તેનો કાયાકલ્પ થશે એવી આશા છે. આ સિદ્ધ કરવા સીપ્ઝ અને ઉદ્યોગે એકત્ર કામ કરવું જોઈએ. સીપ્ઝને ફરી વિશ્વ કક્ષાનું બનાવવું જોઈએ.

ઉદ્યોગ પાસે ખરા અર્થમાં સત્તા, વચન અને સંભાવના છે. આ ક્ષેત્રને ખરા અર્થમાં વૈશ્વિક ચેમ્પિયન બનાવવાનો સમય આવી ગયો છે, જે ભારતનું વચન, ક્ષમતા અને વિશ્વાસ દર્શાવે છે.જીજેઈપીસીના ચેરમેન કોલીન શાહે જણાવ્યું કે સીપ્ઝ ખાતે ભવ્ય સીએફસી આ ઉદ્યોગનું ભવિષ્ય બદલી નાખશે. હાલમાં સીપ્ઝ વાર્ષિક જેમ એન્ડ જ્વેલરીની નિકાસમાં કુલ 3 અબજ ડોલરનું યોગદાન આપે છે. બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજી સાથે નિકાસ વાર્ષિક 7થી 10 અબજ સુધી પહોંચી જશે.

ઉત્પાદનની ગુણવત્તા વધશે
સીપ્ઝ સેઝના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર શ્યામ જગન્નાથ શ્રીરામે જણાવ્યું કે નવું ભવ્ય સીએફસી નાના ઉત્પાદકોને ઉત્પાદનની ગુણવત્તા વધારવા પ્રોત્સાહન આપશે, જેનેકારણે દેશની નિકાસમાં તેઓ પૂરતું યોગદાન આપશે. આ કેન્દ્ર જ્વેલરી યુનિટ્સને કોમન ઉત્પાદન પ્રક્રિયાઓ અને સંબંધિત સેવાઓ પૂરી પાડશે. ઉત્પાદનનો ખર્ચ મોટે પાયે ઓછો થઈને તેમને સ્પર્ધાત્મક લાભ મળશે.

અન્ય સમાચારો પણ છે...