તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ઘાટકોપરની કચ્છી મહિલા વાશી ખાડીમાં રહસ્યમય રીતે પડી ગઈ

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ અને જીવનરક્ષકે બોટની મદદથી મહિલાને ઉગારાઈ

ઘાટકોપરની એક કચ્છી મહિલા વાશી ખાડીમાં રહસ્યમય રીતે પડી ગઈ હતી. સ્થાનિક પોલીસ અને માછીમાર જીવનરક્ષકે તુરંત પગલાં લેતાં બોટની મદદથી મહિલાને ઉગારી લીધી હતી. આ મહિલાને હીરાબેન લક્ષ્મીદાસ કટરમલ (ભાનુશાલી) (45 વર્ષ) તરીકે ઓળખી કાઢવામાં આવી છે.

પોલીસે પોલીસે જણાવ્યું હતું કે રવિવારે બપોરે 12.40 કલાકે વાશી ખાડી પુલ પરથી વચ્ચેના ભાગમાં એક મહિલાએ પાણીમાં ભૂસકો માર્યો હોવાનો સંદેશ કંટ્રોલ રૂમને મળ્યો હતો. આથી બીટ માર્શલ-1ના કર્મચારી, વાશી ચેક પોસ્ટ પરના પીએસઆઈ ગુરવ અને કર્મચારી, સમુદ્રિ સુરક્ષા શાખાના કર્મચારી તુરંત ઘટનાસ્થળે દોડી ગયા હતા.તેમણે સ્થાનિક માછીમાર જીવનરક્ષક મહેશ અશોક સુતારને બોલાવી લીધો હતો, જેણે પોતાની માછીમારીની બોટની મદદથી સમુદ્રમાં જઈને પાણીમાં ડૂબતી મહિલાને પાણીમાં કૂદકો મારીને બચાવી લીધી હતી અને બોટ થકી તેને બહાર લાવ્યો હતો.

આ મહિલાની પૂછપરછ કરતાં તેણે ઘાટકોપરના અસલ્ફા સ્થિત હિમાલય સોસાયટીની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. તે વાશીમાં દીકરીને મળવા જતી હતી. તે સમયે પુલ પરથી ફૂલ ફેંકતી વખતે ચક્કર આવતાં પાણીમાં પડી હોવાનું મહિલાએ જણાવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. મહિલાનો સંબંધી હિરજ કાનજી કટારમલ (ભાનુશાલી) પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો અને મહિલા કોપરખૈરણે ખાતે મળવા માટે આવતી હતી એમ જણાવ્યું હતું. મહિલાની તબિયત જોખમથી બહાર છે. તેને તબીબી તપાસ માટે મહાપાલિકાની તબીબી હોસ્પિટલ, ઐરોલીમાં મોકલવામાં આવી હતી. બાદમાં મહિલાને તેના પતિ લક્ષ્મીદાસ કાનજી કટારમલ અને પુત્ર જિજ્ઞેશને હવાલે કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...