તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રિમ્સ મોલમાં આગ:મુંબઈની સનરાઈઝ હોસ્પિટલ આગની દુર્ઘટનામાં કચ્છી વૃદ્ધનું પણ મોત

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીથી મૃત્યુ થયાનો પરિવારનો આરોપ

ભાંડુપમાં ડ્રીમ્સ મોલમાં આગની દુર્ઘટનામાં ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલમાં સારવાર લેતા કચ્છી વૃદ્ધનું પણ મોત થયું હતું. કચ્છના દેવપુરના વતની અને મુંબઇમાં મુલુંડ- વેસ્ટમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય માર્ગ પર ઓમ શ્રુતિ ઈમારતની સી- 705માં રહેતા 74 વર્ષના ઝવેરચંદ તેજપાલ નિસરનું આગની દુર્ઘટનામાં ગૂંગળાઇને મોત થતાં કચ્છી વિશા ઓસવાળ સમાજમાં ગમગીની વ્યાપી ગઈ છે. હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીને કારણે ઝવેરચંદભાઇનું મોત નીપજ્યું હોવાનો આરોપ પરિવારે મૂકયો હતો.

મુંબઇમાં રહેતા તુષાર શાહે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું હતું કે, મારા સસરા ઝવેરચંદ નિસરને 13મી માર્ચે કોરોનાની સારવાર માટે સનરાઇઝના આઇસીયુમાં દાખલ કરાયા હતા. તેઓની તબિયતમાં સુધારો થતાં બે દિવસ પહેલાં જ તેમને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે ગુરુવારે મોડી રાતે દોઢ વાગ્યે ભાંડુપમાં રહેતા અમારા એક સંબંધીએ મને અને મારા સાળા રાહુલને જાણ કરી કે તમારા પપ્પા જે હોસ્પિટલમાં સારવાર લેતા હતા તેમાં આગ લાગી છે.

આથી અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ફાયર બ્રિગ્રેડ અને પોલીસ બચાવ કામગીરી કરી રહી હતી. દર્દીઓને બહાર કાઢવામાં આવતા હતા એ સમયે અમે તુરંત તપાસતા હતા કે કદાચ અમારા પપ્પા તો નથી ને...પરંતુ તમામને બહાર કાઢી લેવામાં આવ્યા છે એવું જાણવા મળતાં અમે હાજર અધિકારીઓને કહ્યું કે હોસ્પિટલના રૂમ નંબર 1010માં ઝવેરચંદ નિસર હતા તેઓ કયાં છે.

ઝવેરચંદભાઈને સ્ટાફે રૂમમાં જ છોડી દીધા
બાદમાં જાણવા મળ્યું કે સ્ટાફ મોટા ભાગના દર્દીઓને ટેરેસ પર લઇ ગયો છે, પરંતુ ઝવેરચંદભાઇને રૂમમાં જ મૂકીને ચાલ્યા ગયા હતા. આ પછી તપાસ કરતાં તેમનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તે સમયે નાક સહિતના ભાગે આગના ધુમાડાને કારણે કાળા ડાઘ પડી ગયા હતા. ઝવેરચંદભાઈનાં પત્ની સાકરબેન, દીકરો રાહુલ, પુત્રવધૂ રશ્મિ તેમ જ પૌત્ર વિહાન સાથે રહે છે. ઝવેરચંદભાઇને થોડા સમય પહેલાં અકસ્માત થયો હતો તેના કારણે તેઓના પગમાં પ્લેટ મૂકવાના કારણે તેઓ પથારીમાં જ હતા. તેથી તેઓ સ્વબળે ઊભા થઇ શકતા નહોતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો