તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઘાટકોપરમાંફૂટપાથ પર રહેતા બાળકના સારા ભવિષ્ય માટે અપહરણનું નાટક

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘાટકોપરમાં બનેલી આ ઘટનામાં પોલીસે મજૂરની ધરપકડ કરી

ફૂટપાથ પર રહેતા ત્રણ વર્ષના બાળક પર જીવ લાગતા એ બાળકના ભવિષ્યની ચિંતાના લીધે એક મજૂરે એનું અપહરણ કર્યું. જોકે એનો ઉદ્દેશ સારો હોવા છતાં એના પર અપહરણનો ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈના ઘાટકોપરમાં આ ઘટના બની હતી. ઘાટકોપરના ભટવાડી પરિસરમાં ફૂટપાથ પર પ્રિન્સ શિંદે નામનો બે વર્ષ આઠ મહિનાના બાળકનું મેહબુબ શેખ નામના 52 વર્ષીય વ્યક્તિએ 19 મેના અપહરણ કર્યું હતું.પ ્રિન્સ શિંદે ઔરંગાબાદમાં રહેતા સાનુનો પહેલા પતિથી થયેલો પુત્ર છે.

પણ સાનુની માતાએ પ્રિન્સને મુંબઈમાં રહેતી સહેલી વૈષ્ણવી ખાનને ગયા વર્ષે સંભાળ રાખવા માટે આપ્યો હતો. વૈષ્ણવી પણ મજૂર છે અને ભટવાડીની ફૂટપાથ પર રહે છે. એની સાથે પ્રિન્સ રહેવા લાગ્યો. આ જ ફૂટપાથ પર મેહબુબ રહેતો હતો. ધીમે ધીમે પ્રિન્સ મેહબુબ સાથે વધુ સમય રહેવા લાગ્યો. તેમની વચ્ચે પ્રેમ એટલો વધ્યો કે મેહબુબ બધાને પોતાનો પૌત્ર હોવાનું જણાવતો. એને ખવડાવવું, નવરાવવો, એની સંભાળ રાખવી વગેરે કામ મેહબુબ કરતો. પ્રિન્સની ભવિષ્ય ફૂટપાથ પર ન વીતે અને એનું ભવિષ્ય ઉજ્જવળ થાય એની ચિંતા મેહબુબને થવા માંડી.

પ્રિન્સને બાળ કલ્યાણ કેન્દ્રમાં સોંપાશે
પોલીસે મેહબુબને તાબામાં લઈને અપહરણના ગુના હેઠળ ધરપકડ કરી. પ્રિન્સને ફરીથી ફૂટપાથ પર જીવન વીતાવવું ન પડે એ માટે બાળ કલ્યાણ કેન્દ્રમાં આપવાનો નિર્ણય પોલીસે લીધો છે. મેહબુબનો જીવ પ્રિન્સ પર આવ્યો. એની મમત લાગી અને એના ભવિષ્યની ચિંતા કોરી ખાતી હોવા છતાં એણે અપહરણનો ગુનો કર્યો હોવાથી પોલીસે એની ધરપકડ કરવી પડી છે. હવે પ્રિન્સનું ભવિષ્ય ઉજ્જવળ થાય એવી અપેક્ષા પોલીસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...