આગ:ઘાટકોપર અસલ્ફામાં કપડાની દુકાનમાં ભીષણ આગ લાગી

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગ્નિશમન દળે ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી

મુંબઈના ઘાટકોપરમાં સોમવારે એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં કપડાના ગોદામમાં ભીષણ આગ ભીષણ આગ ફાટી નીકળી હતી, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલ નથી. મહાપાલિકાના ફાયર બ્રિગ્રેડના અહેવાલ અનુસાર, આઠ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અસલ્ફા વિસ્તારના સુંદરબાગ વિસ્તારમાં ડિસિલ્વા કમ્પાઉન્ડમાં આવેલી કપડાની ગોદામમાં સોમવારે સવારે 10.30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ગોદમની છતમાંથી જ્વાળાઓ સાથે આકાશમાં કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળતા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ઘાટકોપર ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ઝૂંપડપટ્ટીમાં બનેલા નાના ગોદામમાં આગ લાગી હતી. સાંકડી ગલીઓ અને બાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીના કારણે આગ ઓલવવાનું કામ બહુ મુશ્કેલ બન્યું હતું. આગ લાગવાનું કારણ સ્પષ્ટ નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. કોઈના ઘાયલ થયા હોવાની માહિતી બહાર આવી નથી. આગમાં પ્લાસ્ટિકની વસ્તુઓ પણ આવી જતાં કાળો ધુમાડો આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. આજુબાજુમાં રહેતા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...