તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:બોઇસર ખાતે જવેલર્સની દુકાનમાં બાકોરું પાડી રૂ. 7.60 કરોડની સોના-રોકડની ચોરી

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શો-રૂમનો સિક્યોરિટી ગાર્ડ જ ચોરો સાથે ભળેલો હોવાની પોલીસને આશંકા

પાલઘર જિલ્લાના બોઇસર સ્થિત ચિત્રાલય વિસ્તારમાં ચોરટાઓએ એક નામાંકિત ઝવેરીની શોપમાં સોનું અને રોકડ મળી કુલ 7 કરોડ 60 લાખ રૂપિયાની માલમતાની ઘરફોડી કરી હતી. મંગળવાર મધરાતથી બુધવારે પરોઢિયા વચ્ચે આ ઘટના બની હતી. ઘરફોડુઓ દુકાનના ઉપરના ભાગમાં ઓફિસની દીવાલમાં બાકોરું પાડીને ચોરી કરવામાં સફળ રહ્યા હતા. મહત્ત્વની વાત એ છે કે, ઘરફોડીને અંજામ આપવા માટે સિક્યુરિટી ગાર્ડની મદદ લેવામાં આવી હોવાની શંકા છે.

પોલીસના જણાવ્યા અનુસાર બોઇસરના ચિત્રાલય વિસ્તાર ખાતે શ્રીરંગ પાટીલની માલિકીની મંગલમ જ્વેલર્સ નામે દુકાનમાં ઘરફોડુઓ દીવાલ બાકોરું પાડીને અંદરથી 10 કિલો સોનાના દાગીના અને 60 લાખની રોકડની ચોરી કરવામાં સફળ થયા હતા. મંગલમ જ્વેલર્સની દુકાનમાં ઘરફોડી કરવા માટે ચોરટાઓ મકાનના ઉપરના ભાગમાં બાકોરું પાડીને દુકાનમાં પ્રવેશ્યા હતા. ઇમારતના સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવે છે કે મધરાત્રે 2 વાગ્યાની આસપાસ ઘરફોડુઓએ આ કામને અંજામ આપ્યો હતો.

દુકાનની તિજોરી તોડવા માટે ઘરફોડુઓએ ગેસકટરનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન ગેસકટર માટે વપરાયેલું સિલિન્ડર ઇમારતના ચોકીદારના ઓરડામાંથી મળી આવ્યું હતું, જે પરથી આ ચોરી કરનાર ચોકીદારની સંડોવણી હોવાની શંકા છે. બોઇસર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

આખી ઘટના પરથી આ રીઢા ઘરફોડુઓનું કામ હોવાનું જણાય છે. આખી ઘટનાને અંજામ આપ્યો તે પરથી સ્પષ્ટ થાય છે કે આમાં જાણભેદુનો હાથ છે અને ઘરફોડુઓએ અગાઉથી રેકી કરીને યોજનાબદ્ધ રીતે આ ઘરફોડી કરી હોવી જોઈએ, એમ પોલીસે જણાવ્યું હતું.છેલ્લા બે-એક દિવસથી બોઈસરમાં ઠંડી પડી રહી છે. આનો લાભ લેતાં ઘરફોડુઓએ મંગળવારે મધરાતનો સમય આ કામ માટે પસંદ કર્યો હોવો જોઈએ. અમે રેકોર્ડ પરના ગુનેગારો પાસેથી માહિતી મેળવી રહ્યા છીએ. ખબરીઓને પણ કામે લગાવ્યા છે, એમ પોલીસે જણાવ્યું હતું. દરમિયાન ખાસ કરીને આ વિસ્તારમાં આટલા મોટા પાયા પર પહેલી જ વાર આટલી મોટી ઘરફોડી થઈ હોવાથી સ્થાનિક દુકાનદારોમાં નારાજી છે. પેટ્રોલિંગ વધારવાની તેઓ માગણી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો