તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દૂધમાં ગંદું પાણી ભેળસેળ કરીને વેચતી ટોળકી ઝડપાઈ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ઘાટકોપરમાં દૂધમાં ગંદું પાણી ભેળસેળ કરીને નાગરિકોને વેચીને આરોગ્ય સાથે ચેડાં કરતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચની ઘાટકોપર શાખા અને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓની ટીમે ઝડપી લીધી છે. આરોપીઓ પાસેથી ભેળસેળિયું દૂધ પણ જપ્ત કરવામાં આવ્યું છે.ઘાટરોપર પૂર્વમાં પંતનગર ખાતે 90 ફીટ રોડ સ્થિત ગુરુનાનક નગરમાં એક ટોળકી પ્રચલિત બ્રાન્ડની દૂધની થેલીઓમાં ગંદું પાણી મિશ્રિત કરીને વેચે છે એવી માહિતી મળી હતી. આને આધારે પોલીસ અને એફડીએની ટીમે અચાનક દરોડા પાડ્યા હતા. તે સમયે આરોપીઓ દૂધમાં ભેળસેળ કરતાં રંગેહાથ ઝડપાયા હતા.

આરોપીઓ ગોકુળ, અમૂલ, મહાનંદા અને ગોવિંદ જેવી નામાંકિત કંપનીઓની દૂધની થેલીમાંથી દૂધ કાઢી લેતા હતા. આ પછી તેમાં અસ્વચ્છ પાણી ભેળસેળ કરતા અને ફરીથી નવી થેલીમાં પેક કરીને નાગરિકોના ઘરે પહોંચાડતા હતા.

આરોપીઓ પાસેથી આ બ્રાન્ડ કંપનીઓનું 617 લિટર ભેળસેળ કરેલું દૂધ, દૂધની 1655 નકલી પ્લાસ્ટિકની ખાલી થેલીઓ અને દૂધ ભેળસેળ કરવા માટે ઉપયોગ કરાતી સામગ્રીઓ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓમાં પારસ રામાલુ ફુલ્લેપડેલા, સુરેશ સોમૈયા પનીકર, વિનોદકુમાર જગદીશ ગૌડ, વેન્કૈયા બલેહા લિંગારામનો સમાવેશ થાય છે. આરોપીઓ ગુરુનાનક નગરમાં જ રહેવાસીઓ છે, એમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...