તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાંતાક્રુઝ ખાતે બ્રાન્ડેડ દૂધમાં ભેળસેળ કરતી ટોળકી પકડાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વહેલી સવારે દરોડો : 300 લિટર ભેળસેળિયું દૂધ પકડી પાડીને નાશ કરાયો

નામાંકિત કંપનીઓની દૂધની થેલીઓ ફોડીને એમાં અસ્વચ્છ પાણીની ભેળસેળ કરીને દૂધ વેચતા ચાર જણની મુંબઈ પોલીસ ગુના શાખાની ટીમે ગોરેગાવ અને સાંતાક્રુઝથી ધરપકડ કરી હતી. વહેલી સવારે બંને ઠેકાણે દરોડો પાડીને પોલીસે આ ચારેયને ભેળસેળ કરતા પકડ્યા અને તેમની પાસેથી લગભગ 300 લીટર ભેળસેળિયુ દૂધ તાબામાં લઈને એનો નાશ કર્યો હતો. સાંતાક્રુઝના જાંભળીપાડા પરિસરમાં એક ઘરમાં અમૂલ, મહાનંદ, અન્નપૂર્ણા જેવી નામાંકિત કંપનીઓના દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની માહિતી ગુના શાખા યુનિટ 9ના ઉપનિરીક્ષક વિજયેન્દ્ર આંબવડેને મળી હતી.

અન્ન અને ઔષધ પ્રશાસનના અધિકારીઓ સાથે યુનિટ 9ની ટીમે વહેલી સવારના આ ચાલ પર દરોડો પાડ્યો હતો. એક યુવક થેલી ફોડીને એમાં પાણી મેળવતો દેખાયો હતો. પોલીસે તરત એને તાબામાં લઈને એની પાસથી 180 લીટર ભેળસેળવાળું દૂધ હસ્તગત કર્યું અને તરત નાશ કર્યો. એની પાસેથી ભેળસેળ માટે જરૂરી સામગ્રી, અમૂલ તાજા, અમૂલ ગોલ્ડ દૂધની ખાલી થેલીઓ હસ્તગત કરવામાં આવી હતી. ભેળસેળ કરનારા વિરુદ્ધ ગુનો દાખલ કરીને એને આગળની કાર્યવાહી માટે પોલીસના તાબામાં આપવામાં આવ્યો હતો.

એક ભાગ દૂધ, એક ભાગ પાણી
આ ભેળસેળ કરતા એક લીટરની થેલીમાંથી લગભગ અડધુ દૂધ કાઢીને એમાં ડ્રમ તેમ જ પાણીની ગંદી ટાંકીમાં રાખવામાં આવેલુ પાણી મિશ્રિત કરવામાં આવતું હતું. આ રીતે એક લીટર દૂધમાંથી બે લીટર ભેળસળયુક્ત દૂધ તૈયાર કરવામાં આવતું હતું એવી માહિતી અધિકારીઓએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...