તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:મુંબઈમાં 28 સાથે રાજ્યમાં વધુ 53 દર્દીનાં મોત નિપજ્યા, કુલ સંખ્યા 24,427

મુંબઈ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 1026 નવા કેસ દાખલ થવા સાથે કુલ સંખ્યા 24,427

મુંબઈ સહિત રાજ્યમાં મંગળવારે સાંજ સુધી 1026 નવા કેસ સાથે દર્દીઓની સંખ્યા 24,427 ઉપર પહોંચી છે, જ્યારે 53નાં મોત સાથે મરણાંક 921 થયો છે. મુંબઈમાં 426 નવા કેસ સાથે દરદીઓની સંખ્યા 14,947 થઈ છે, જ્યારે નવા 28 મોત સાથે કુલ મોત 556 થયાં છે, જે આંકડો દેશમાં સૌથી વધુ છે. આજ સુધી 5125 દરદી સાજા થઈને ઘેર ગયા છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલામાં મુંબઈમાં 28, પુણેમાં 6, પનવેલમાં 6, જળગાવમાં 5, સોલાપુરમાં 3, થાણેમાં 2, રાયગઢમાં 1, ઔરંગાબાદમાં 1 અને અકોલામાં 1નાં મૃત્યુ થયાં છે.

મૃતકોમાં 29 પુરુષ અને 24 મહિલા છે. મૃતકોમાં 21 જણ 60 વર્ષથી વધુ ઉંમરના, 27 જણ 40- 59 વયવર્ષના અને પાંચ જણ 40થી ઓછી વર્ષના દર્દીનો સમાવેશ થાય છે. 35 દર્દીને (66 ટકા) કોરોના સાથે ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેશર, હૃદયરોગ જેવી અતિજોખમી બીમારી પણ  હતી. આજ સુધી 2,21,645 નમૂના તપાસવામાં આવ્યા છે, જેમાંથી 1,95,804 નેગેટિવ અને 24,427 પોઝિટિવ આવ્યા છે. દરમિયાન રાજ્યમાં હાલમાં 1289 સક્રિય કન્ટેનમેન્ટ ઝોન્સ જાહેર કરાયા છે, ...અનુસંધાન પાના નં. 2જે માટે 12,923 સર્વેલન્સ સ્ક્વોડ કામ કરી રહી છે અને 54.92 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં 2,81,655 હોમ ક્વોરન્ટાઈનમાં અને 15,627 સંસ્થાત્મક ક્વોરન્ટીનમાં છે.
ધારાવીમાં કેસ વધ્યા
દરમિયાન એશિયાની સૌથી ગીચ ઝૂંપડપટ્ટી ધારાવીમાં 46 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 1નું મોત થયું છે, જે સાથે કુલ કેસ 962 થયા છે, જ્યારે 31નાં મોત થયાં છે. માહિમમાં 6 નવા કેસ દાખલ થયા છે, જે સાથે કુલ સંખ્યા 143 અને 7નાં મોત થયાં છે, જ્યારે 28ને ડિસ્ચાર્જ અપાયો છે. દાદરમાં 11 નવા કેસ અને 1નું મોત થયું છે, જે સાથે કુલ કેસ 125 અને 7નાં મોત થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો