ઓમિક્રોન સંક્રમણ:મુંબઈમાં 8 સહિત ઓમિક્રોનના વધુ 11 કેસ પોઝિટિવ મળી આવ્યાં

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત, કેરળ અને થાણેથી ઓમિક્રોનના એક- એક દર્દીનો સમાવેશ

મુંબઈમાં આઠ સહિત વધુ 11 ઓમિક્રોનના કેસ મળી આવ્યા છે. આ દર્દીમાંથી આઠ જણ મુંબઈના રહેવાસી છે, જ્યારે ગુજરાત, કેરળ અને થાણેના એક- એક દર્દીનો સમાવેશ થાય છે. આઠ દર્દી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં મળી આવ્યા હતા.

આ દર્દીમાં બે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. આ બાળકો વયના બધાએ બંને રસી લીધી છે. 2 દર્દી દુબઈ થકી યુગાંડાથી, 4 ઈન્ગ્લેન્ડથી અને 2 દુબઈથી આવ્યા છે. બધા દર્દી લક્ષણરહિત અથવા સહેજ લક્ષણાત્મક છે.ઉસ્માનાબાદના એક ઓમિક્રોનગ્રસ્ત દર્દીની 13 વર્ષની પુત્રીને પણ ઓમિક્રોન હોવાનું જણાયું છે.

તેણે કોઈ લક્ષણો નથી. નવી હૈદરાબાદ થકી કેનિયાથી આવેલા નવી મુંબઈના 19 વર્ષીય કિશોરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેણે બંને રસી લીધી છે અને કોઈ લક્ષણો નથી.એરપોર્ટ અને ફિલ્ડ સર્વેલન્સ થકી 588 નમૂના જેનોમિક સિક્વન્સિંગ માટે મોકલાયા હતા, જેમાંથી 77ના રિપોર્ટની વાટ જોવાઈ રહી છે.

રાજ્યમાં હમણાં સુધી 65 દર્દી મળી આવ્યા છે. મુંબઈમાં 30 દર્દી છે, જે મુંબઈ એરપોર્ટ પર સ્ક્રીનિંગમાં મળી આવ્યા છે, જેમાંથી કર્ણાટક અને કેરળના બબ્બે દર્દી, છત્તીસગઢ, ગુજરાત, જલગામ, થાણે અને ઔરંગાબાદના એક- એક દર્દીનો સમાવેશ થાય છે. પિંપરી ચિંચવડમાં 12, પુણે ગ્રામીણ 7, પુણે મહાપાલિકા ક્ષેત્ર 3, સાતારા 3, કલ્યાણ ડોંબિવલી 2, ઉસ્માનાબાદ 3, બુલઢાણા- નાગપુર- લાતુર- વસઈ વિરાર એક- એક દર્દીનો સમાવેશ થાય છે.

કોરોનાના 825 નવા કેસ નોંધાયા
દરમિયાન મંગળવારે સાંજ સુધી છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 825 નવા કેસ રાજ્યમાં નોંધાયા છે. 14 દર્દીનાં મોત થયાં છે. 792 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી છે. હાલમાં 73,053 હોમ ક્વોરન્ટાઈન છે, જ્યારે 864 સંસ્થાત્મક ક્વોરન્ટાઈનમાં છે. રાજ્યમાં 7111 એક્ટિવ કેસ છે, જેમાં મુંબઈમાં સૌથી વધુ 2159 કેસ અને થાણેમાં 1020 કેસ છે.

અન્ય સમાચારો પણ છે...