તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઝામ્બિયાનો પૂર્વ સૈનિક મુંબઈ એરપોર્ટ પર ડ્રગ સાથે ઝડપાયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝામ્બિયાનો પૂર્વ સૈનિક મુંબઈ એરપોર્ટ પર ડ્રગ સાથે ઝડપાયો

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં ઝામ્બિયન લશ્કરના ભૂતપૂર્વ સૈનિકની ચાર કિલો માદક પદાર્થ સાથે મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. આરોપી પર બે દિવસ સુધી જાપ્તું રાખવામાં આવ્યું હતું. એક એનસીબી અધિકારીઓ તો એર ઈન્ડિયાના સ્ટાફનો સ્વાંગ રચ્યો હતો. એનસીબીએ વિશ્વસનીય માહિતીને આધારે મુંબઈ એરપોર્ટ પર શુક્રવારે છઠકું ગોઠવીને ઝામ્બિયન નાગરિક કેનિથ મુલોવાની ધરપકડ કરી હતી. એરપોર્ટના એન્ટ્રી એરિયામાં તેને આંતરવામાં આવ્યો હતો. તે ગેરવલ્લે થયેલી ટ્રોલી બેગ લેવા માટે આવ્યો હતો. શંકા પરથી તેની બેગ તપાસ કરતાં તેમાં ત્રણ કેવિટી મળી આવી હતી. આ કેવિટીમાં હેરોઈનનાં પેકેટ છુપાવવામાં આવ્યાં હતાં કુલ ત્રણ પેકેટમાંથી 4 કિલો હેરોઈન નામે કેફી દ્રવ્ય મળી આવ્યું હતું.

આરોપી એપોર્ટ નજીક એક હોટેલમાં રોકાયો હતો. બે દિવસ પૂર્વે જ તે આવીને આ હોટેલમાં રોકાયો હતો. તેની પર શંકા હોવાથી એનસીબીના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાનીમાં બે દિવસથી જાપ્તું ગોઠવવામાં આવ્યું હતું. આખરે શનિવારે તે હોટેલમાંથી ઊતરીને એરપોર્ટ પર ગયો હતો, જ્યાં તેણે ગેરવલ્લે થયેલી ટ્રોલી બેગ લીધી હતી. આ સમયે એનસીબીનો એક અધિકારીએ એર ઈન્ડિયાના કર્મચારીનો સ્વાંગ ધારણ કર્યો હતો, જેથી આરોપીને કોઈ શંકા ગઈ નહોતી.

આરોપીએ બેગ લેતાં જ તેને આંતરીને તપાસ કરતાં તેમાંથી ડ્રગ મળી આવ્યું હતું. તેની પૂછપરછમાં તે ઝામ્બિયન લશ્કરમાં સૈનિક તરીકે સેવા આપી ચૂક્યો હોવાનું જણાયું હતું. તેણે એરપોર્ટ ખાતે કોવિડના પ્રોટોકોલનો પણ ભંગ કર્યો હતો અને કોઈ પણ નિયંત્રણો વિના બહાર ભટકતો હતો. તેની વધુ તપાસ ચાલુ છે.

હેરોઈન નામે ઓળખાતું આ ડ્રગ શું છે ?
હેરોઈનને ડી-એસિટાઈલ મોર્ફિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ખસખસના છોડમાંથી મળી આવતો નૈસર્ગિક પદાર્થ છે. તે પાણીમાં મિશ્રિત કરીને બંધાણીઓ ઈન્જેકશન દ્વારા લે છે. અમુક બંધાણીઓ સિગારેટમાં નાખીને ધૂમ્રપાન કરે છે અને અમુક નાક દ્વારા સૂંઘે છે. આ સર્વ પદ્ધતિમાં હેરોઈન તુરંત મગજમાં પહોંચે છે, જેને લીધે બંધાણી અલગ જ દુનિયામાં વિહરવા લાગે છે. એક વાર આ લત લાગે તો છૂટવાનું મુશ્કેલ છે, એમ વાનખેડેએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...