તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:થાણેમાં વીજ વિભાગ કાર્યાલયમાં આગ લગાડનારની ધરપકડ કરાઇ

મુંબઈ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ચોરી કરતા પકડાતાં વોચમેને ઢોરમાર મારતાં વેર વાળવા આગ ચાંપી હતી

થાણે શહેરમાં વીજ વિભાગના કાર્યાલયમાં તાજેતરમાં લાગેલી આગ સંબંધમાં પોલીસે 37 વર્ષીય પુરુષની ધરપકડ કરી છે. આગના કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તેની તપાસમાં આરોપીની સંડોવણી બહાર આવતાં ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. તેને વીજ કંપની કાર્યાલયના વોચમેને ચોરી કરતાં પકડી પાડ્યો હતો અને મારઝૂડ કરતાં વેર વાળવા તેણે આ કૃત્ય કર્યું હોવાનું કબૂલ કર્યું છે.6-7 ફેબ્રુઆરીની મધરાત્રે આ આગ થાણે જિલ્લાના વાગળે એસ્ટેટ વિસ્તારમાં આવેલી મહારાષ્ટ્ર રાજ્ય વિદ્યુત વિતરણ કંપની લિમિટેડ (એમએસઈડીસીએલ)માં આગ ફાટી નીકળી હતી. કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ લાખ્ખોની માલમતાને નુકસાન પહોંચ્યું હતું.

આ આગ અંગે શંકા જતાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમાં લક્ષ્મણ રાખુંડેએ આ આગ લગાવી હોવાનું બહાર આવ્યું હતંુ. અગાઉ મધરાત્રે એમએસઈડીસીએલ સેન્ટરની નજીક સ્થિત કાર્યાલયમાં આરોપીએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વીજ કંપનીના કાર્યાલયમાં વોચમેને તેને પકડી પાડ્યો હતો અને ઢોરમાર માર્યો હતો, એક વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.આથી આરોપી રોષે ભરાયો હતો અને વેર લેવા માગતો હતો. આથી શનિવારે મધરત્રે તેણે એમએસઈડીસીએલ કાર્યાલય નજીકથી થોડો કચરો જમા કર્યો હતો અને તેને આગ ચાંપી દીધી હતી.

આ પછી બળતો કચરો વીજ કંપનીના કાર્યાલયમાં ફેંકી દીધો હતો, જેને લીધે કાર્યાલયમાં ફર્નિચર અનેઓફિસના રેકોર્ડસ બળીને ખાખ થયા હતા.જોકે તે સમયે આગ કઈ રીતે લાગી તે જાણી શકાયું નહોતું, પરંતુ શંકા હોવાથી પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા તા, જેમાં એક શખસ આગ લગાવ્યા પછી ત્યાંથી ચૂપચાપ નીકળી રહ્યો છે એવું દખાયું હતું. આને આધારે પોલીસે શોધખોળ કરીને આરોપીને ઝડપી લીધો હતો. તેની સામે કાર્યાલયને નુકસાન પહોંચાડવાના હેતુથી આગ લગાવવાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો