તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ગોરેગાવ ખાતે સ્ટુડિયોમાં સેટ પર આગ લાગી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ગોરેગાવમાં અભિનેતા સૈફ અલી ખાન અને પ્રભાસ અભિનિત આદિપુરુષના ફિલ્મના સેટ પર મંગળવારે બપોરે આગ ફાટી નીકળી હતી. આઠ બંબાઓની મદદથી ભારે જહેમતને અંતે આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી, પરંતુ આગમાં સેટ ભસ્મીભૂત થઈ ગયો હતો.ગોરેગાવ વેસ્ટમાં બાંગુર નગર સ્પોર્ટસ કોમ્પ્લેકસ નજીક ગર્ગ સ્ટુડિયોમાં આ આગ ફાટી નીક‌ળી હતી. ફિલ્મના ક્રોમા શૂટ માચે મુંબઈમાં સેટ ઊભો કરવામાં આવ્યો હતો.

અભિનેતા સૂર્યા પર એક દશ્યનું ફિલ્માંકન કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ સેટ પરથી 50થી 60 કલાકારો અને ક્રુને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આથી મોટી હાનિ ટળી હતી. ઓમ રાઉતની બિગ બજેટ ફિલ્મ આદિપુરુષમાં સૈફ અલી ખાન અને પ્રભાસ છે.આગને લીધે ધુમાડાના ગોટેગોટા વાતાવરણમાં ફરી વળ્યા હતા, જ દૂર દૂરથી દેખાતા હતા. સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો