તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંધેરી વર્સોવાના યારી રોડ પર એચપી ગેસ સિલિંડરના ગોદામમાં બુધવારે સવારે 9.45 વાગ્યે સિલિંડર વિસ્ફોટ થયો હતો. જોતજોતાંમાં 45 સિલિન્ડર ફાટી ગયાં હતાં. આ દુર્ઘટનામાં ચાર જણ દાઝી ગયા હતા. આસપાસની ઈમારતોમાં પણ નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટના સમયે 500થી વધુ સિલિન્ડરો ગોદામમાં હતાં.
ઘટનાની ગંભીરતા જોતાં એનડીઆરએફની ટીમે પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.અગ્નિશમન દળે ભારે જહેમતને અંતે 1.30 વાગ્યે આગને કાબૂમાં લીધી હતી. દાઝેલાઓમાં રાકેશ કડુ (30), લક્ષ્મણ કુમવત (24), મનજિત ખાન (20) અને મુકેશ કુમવત (30)નો સમાવેશ થતો હતો. રાકેશ અને લક્ષ્મણ 40 ટકા અને મનજિત અને મુકેશ 60 ટકા દાઝ્ય છે, જેમને જુહુની કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, દાઝેલાઓ દૈનિક વેતન કામદારો છે જેઓ દુર્ઘટના સમયે ઘટનાસ્થળની નજીક હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે ગેસ સિલિંડરમાં લીકેજને કારણે લાગી હોવાની શંકા છે. સિલિંડરો એક પછી એક ફાટતા હોવાથી આસપાસના લોકો ભયભીત થયા હતા. કેટલી ઈમારતોના કાચ તૂટી ગયા હતા. દુર્ઘટનાને લીધે આ વિસ્તારમાં ટ્રાફિકજામ સર્જાયો હતો. વર્સોવામાં છેલ્લા 24 કલાકમાં આગની આ બીજી ઘટના છે અને આ વર્ષે સાતમી ઘટના છે. મંગળવારે વર્સોવાના માછલી બજાર નજીક આગ ફાટી નીકળી હતી. ઉપરાંત નવી મુંબઈના તલોજા ખાતે રસાયણ ફેક્ટરીને પણ આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી, પરંતુ કરોડોની માલમતાને નુકસાન થયું હતું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.