તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:લેડીઝ કોચમાં ઘૂસણખોરી બદલ 64 લાખનો દંડ વસૂલ

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નોન એસેન્શિયલ પ્રવાસીઓ માટે બંધી છતાં ઘૂસણખોરી

પશ્ચિમ રેલવેમાં આરપીએફ તરફથી મહિલાઓના ડબ્બામાં ઘુસણખોરી કરનારાઓ પર કરેલી કાર્યવાહીમાં 2020-21માં રૂ. 64 લાખથી વધુ દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મધ્ય રેલવેએ 31 મે સુધી 191 ગુના દાખલ કરીને રૂ. 43,700નો દંડ વસૂલ કર્યો છે. ખાસ વાત એટલે લોકલ પ્રવાસ પર બંધી છે છતાં આ સમયગાળામાં આટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેમાં આરપીએફે 2020-21માં મહિલાઓના ડબ્બામાં ઘુસણખોરી કરનારાઓ પર કાર્યવાહી કરી છે. એમાં મહિલા ડબ્બામાં પ્રવાસ કરતા 3922 પુરુષો પર કાર્યવાહી કરવામાં આવે છે. તેમ જ 8818 ફેરિયાઓ, 4935 ઘુસણખોર અને 777 ઉપદ્રવીઓ પર 2020 અને 2021માં કાર્યવાહી કરીને રૂ. 64 લાખથી વધુનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. રેલવે સુરક્ષા દળે રેલવે પોલીસ સાથે સતત ઝુંબેશ ચાલુ રાખી છે. આઈપીસીની કલમ 392 એટલે ચોરીના ગુનાઓ ગયા વર્ષે (2020 એપ્રિલ સુધી) 126 હતા જે એપ્રિલ 2021 સુધી 46 નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...