તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુંબઈમાં માસ્ક વિના ફરતા નાગરિકો પાસેથી રૂ 59 કરોડનો દંડ વસૂલ કરાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાપાલિકા, રેલવે પ્રશાસન અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં 29.38 લાખ લોકો દંડાયા

માસ્ક વિના જાહેરમાં બહાર નીકળીને પોતાની સાથે અન્યોનો જીવ પણ જોખમમાં મૂકનારા સામે કડક વલણ અપનાવવા છતાં હજુ સુધી અમુક નાગરિકોમાં સુધારણા જોવા મળતી નથી. મુંબઈમાં દિવસના વોર્ડદીઠ રોજ આશરે 230 નાગરિકો પકડાય છે, જેમની પાસેથી આશરે રૂ. 46,389 દંડ વસૂલ કરવામાં આવે છે.આમ છતાં કેટલાક નાગરિકો ખુલ્લેઆમ માસ્ક વિના ફરતા જોવા મળે છે. મુંબઈમાં 1 જુલાઈ સુધી મહાપાલિકા દ્વારા 25,24,807 નાગરિકોને માસ્ક વિના પકડીને રૂ. 50,87,95,400 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

આ સમયગાળામાં મુંબઈ પોલીસે 3,89,287 નાગરિકોને પકડીને રૂ. 7,78,57,400નો દંડ વસૂલ કર્યો છે, જ્યારે સેન્ટ્રલ, વેસ્ટર્ન, હાર્બર રેલવેમાં 23,891 પ્રવાસીઓ પાસેથી રૂ. 50,39,200નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એકંદરે 29,38,985 નાગરિકો પાસેથી રૂ. 59,16,92,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.વોર્ડ અનુસાર ગણતરી કરવામાં આવે તો એફ સાઉથ, નોર્થ, જી સાઉથ, નોર્થ સહિત ઝોન-2માંથી સૌથી વધુ 4,47,559 નાગરિકો પાસેથી રૂ. 8,98,46,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

કે વેસ્ટ, પી સાઉથ, નોર્થ સહિત ઝોન 4માંથી 4,22,504 નાગરિકો પાસેથી રૂ. 8,50,46,200 દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એ, બી, સી, ડી, ઈ સહિત ઝોન 1માંથી 3,66,502 નાગરિકો પાસેથી રૂ. 7,38,70,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આર સાઉથ, સેન્ટ્રલ અને નોર્થમાંથી 3,77,431 નાગરિકો પાસેથી રૂ. 7,21,22,300નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. એચ ઈસ્ટ, વેસ્ટ, કે ઈસ્ટમાં ઝોન-3માંથી 3,37,869 નાગરિકો પાસેથી રૂ. 6,88,59,400નો દંડ વસૂલ કરવામાં આવ્યોછે. એન, એસ, ટી સહિત ઝોન 6માંથી 3,03,087 નાગરિકો પાસેથી રૂ. 6,06,62,000 દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે એલ, એમ ઈસ્ટ, એમ વેસ્ટ સહિત ઝોન-5માંથી 2,90,855 નાગરિકો પાસેથી સૌથી ઓછો રૂ. 5,83,87,700 દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ પ્રવાસી દંડાયા
આમાં પોલીસ અને રેલવે દ્વારા વસૂલ કરવામાં આવેલા દંડનો સમાવેશ થતો નથી. રેલવેમાં પશ્ચિમ રેલવેમાં સૌથી વધુ 19,989 પ્રવાસીઓ પાસેથી રૂ. 22,63,400નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, જ્યારે મધ્ય રેલવેમાં 10,328 પ્રવાસીઓ પાસેથી રૂ. 21,18,200 દંડ વસૂલ કરાયો છે. હાર્બરમાં 2574 પ્રવાસીઓ પાસેથી રૂ. 6,57,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે, એમ મહાપાલિકાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...