તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • A Fine Of Rs 500 Will Be Levied On A Person Traveling Without A Mask In A Local Train Till April 30

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:લોકલ ટ્રેનમાં માસ્ક વિના પ્રવાસ કરનારને 500 દંડ, આગામી 30 એપ્રિલ સુધી આ નિયમ લાગુ રહેશે

મુંબઈ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

લોકલ ટ્રેનમાં માસ્ક વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ વિરુદ્ધ સરકાર વધુ આક્રમક બની છે. લોકલમાં માસ્ક વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને કરવામાં આવતા દંડમાં રૂ. 300નો વધારો કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. તેથી હવે લોકલમાં મોઢા પર માસ્ક નહીં હોય તો રૂ. 500 દંડ નાગરિકોએ ભરવો પડશે.કોરોનાનું સંક્રમણ રોકવા માટે માસ્ક પહેરવો ફરજિયાત છે. રાજ્ય સરકારે વારંવાર સૂચના આપી છે છતાં કેટલાક પ્રવાસીઓ એનું પાલન કરતા નથી. સોશિયલ મીડિયાથી લઈને વિવિધ જાહેરાતોના માધ્યમથી રેલવે પ્રવાસીઓને માસ્ક પહેરવાની હાકલ સરકાર તરફથી સતત કરવામાં આવે છે.

રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટેએ કાઢેલા આદેશ અનુસાર રેલવેમાં માસ્ક વિના પ્રવાસ કરતા પ્રવાસીઓએ રૂ. 500 દંડ ભરવો પડશે. આ નિયમ સોમવાર ૫ એપ્રિલથી લાગુ થઈ ચૂક્યો છે અને 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. એપ્રિલ મહિનાના પહેલા ચાર દિવસોમાં નિયમભંગ કરનારા કુલ 583 પ્રવાસીઓ પાસે રૂ. 83,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

રેલવે સ્ટેશનોમાં માસ્ક વિના ફરતા પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલ કરવા મુંબઈ મહાપાલિકાએ 300 માર્શલ્સની નિયુક્તી કરી છે. આ માર્શલ્સને રૂ. 200 દંડ વસૂલ કરવાની છૂટ મહાપાલિકાએ આપી હતી.મધ્ય અને પશ્ચિમ રેલવેમાં માસ્ક વિના ફરતા પ્રવાસીઓનો કયાસ કાઢીએ તો નિયમભંગ કરનારા પ્રવાસીઓનો આલેખ ચઢતો છે. પ્રવાસીઓ નિયમ પાળતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો