તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્લેકમેઈલ:વસઈના વેપારીનો ફેસબુક ફ્રેન્ડે અશ્લીલ વિડિયો ઉતાર્યો

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વસઈ પૂર્વમાં નવઘરના એક 25 વર્ષીય વેપારીએ ફેસબુક ફ્રેન્ડ મહિલાની વાતોમાં આવીને તેની માગણી અનુસાર નિર્વસ્ત્ર થતાં અશ્લીલ વિડિયો ચોરીછૂપીથી ઉતારી લીધો હતો. આ પછી વેપારીને બ્લેકમેઈલ કરવાનું શરૂ થયું અને પૈસાની માગણી નહીં સંતોષાતાં ધાકધમકી આપવાનું શરૂ કરાયું. આ પછી વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મહિલાએ વેપારીને વાતોમાં પરોવીને નિર્વસ્ત્ર થવા માટે મનાવી લીધો હતો. દરમિયાન ચોરીછૂપીથી તેનો વિડિયો ઉતારી લીધો હતો. આ પછી સોશિયલ મિડિયા પર વિડિયો વાઈરલ કરવાની ધમકી આપીને તેને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. 1 સપ્ટેમ્બરે તેને એક મહિલાએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને વેપારીએ તે સ્વીકાર્યા બાદ બંને મેસેન્જર પર ચેટ કરતાં હતાં.મહિલાએ વેપારીનો ફોન નંબર લીધો અને પછી વ્હોટ્સએપ પર ચેટ કરવાનું શરૂ કર્યું. 2 સપ્ટેમ્બરે મહિલાએ વિડિયો કોલ કર્યો અને ફોન પર વેપારીને નિર્વસ્ત્ર થવા કહ્યું, જેનું વેપારીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડિંગ એપ્લિકેશન થકી વિડિયો કોલ રેકોર્ડ કરી લીધો.

આ પછી વેપારી પાસે પૈસાની માગણી કરી. મહિલાએ વારંવાર વેપારીને મેસેજ મોકલ્યા, પરંતુ વેપારીએ પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું હતું. આ પછી એક પુરુષે ફોન કોલ કરીને વેપારીને ધમકાવવાનું શરૂ કર્યું, જે પછી તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ખંડણી, બદનક્ષી, હેતુપૂર્વક અપમાન, ફોજદારી ગુનો, ગોપનીયતા ભંગ, જાતીય કૃત્ય ધરાવતી સામગ્રી થકી બ્લેકમેઈલ સહિત વિવિધ કલમો હેઠળ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની શોધ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...