તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બોલીવૂડમાં ડ્રગ્સ આપતો તસ્કર મીરા રોડથી પકડાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિશેષ ઓપરેશનમાં નાઈજીરિયનની પણ ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) મુંબઇએ ડ્રગ સપ્લાયર્સ અને પેડલર્સ સામે મુંબઈમાં ઝુંબેશ સતત ચાલુ રાખી છે. આ અંતર્ગત નાલાસોપારા ખાતે એક વિશેષ ઓપરેશન 6 અને 7 જુલાઇએ શરૂ કર્યું હતું. તેમાં ગુરુવારે કોકેઈન અને મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો અને બોલીવૂડમાં ડ્રગ સપ્લાય કરનાર અને તેના નાઇજીરિયન સાગરીત સહિત બે જણની ધરપકડ કરી હતી.

એનસીબી, મુંબઇના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર મીરા રોડ પોલીસની મદદથી સુફરાન ફારુક લાકડાવાલાની કાશીમારા નાકા ચોક, મીરા રોડ પૂર્વ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેની પાસેથી કોકેઈન હસ્તગત કરાયું હતું. સુફરાનની પૂછપરછમાં બહાર આવેલી માહિતીને આધારે નાઇજીરિયન નાગરિક બ્લેસિંગ એડવિન ઓકરેકેને ગુરુવારે નાલાસોપારા ખાતે મેફેડ્રોન અને કોકેઇનના જથ્થા સાથે ઝડપી લેવાયો હતો.

એનસીબી દ્વારા આ કેસમાં એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો હતો. આરોપી સુફરાન હવાઇ અને રસ્તા માર્ગે કોકેઈન ડ્રગ પહોંચાડવા ભારતનાં વિવિધ શહેરોમાં આવજા કરતો હતો. તે દિલ્હી અને મુંબઇથી વિવિધ આફ્રિકન નાગરિકો પાસેથી ડ્રગ્સની ખરીદી કરતો હતો. ઉપરાંત તે બોલીવૂડમાં પણ અમુક લોકોને ડ્રગનો પુરવઠો કરતો હતો એવી માહિતી બહાર આવી છે.

અન્ય સમાચારો પણ છે...