તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:પાત્રતા વિના પાઈલ્સની શસ્ત્રક્રિયા કરનારા ડોક્ટરની ધરપકડ કરાઈ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શસ્ત્રક્રિયા નિષ્ફળ જતાં કારનામું બહાર આવ્યું

એમ.એસ. સર્જરીની કોઈ પાત્રતા વિના દાદર જેવા ઠેકાણે દવાખાનુ ખોલીને એક એમબીબીએસ ડોકટરે લગભગ એક હજાર પાઈલ્સની શસ્ત્રક્રિયા કરવાની આઘાતજનક બાબત પ્રકાશમાં આવી હતી. એક ટેક્સીચાલક પર શસ્ત્રક્રિયા નિષ્ફળ જતા એનું આ કારનામુ જાહેર થયું હતું. માટુંગા પોલીસે સામાન્ય નાગરિકોની છેતરપિંડી અને તેમના જીવ સાથે રમતા ડોકટર એસ. મુકેશ કોટાની ધરપકડ કરી હતી.

ગોરેગાવ ખાતે રહેતો એક ટેક્સીચાલક પાઈલ્સની સમસ્યાથી હેરાન હતો. એના પર સારવાર કરવા માટે યોગ્ય ડોકટર શોધી રહ્યો હતો ત્યારે એન અન્ય ટેક્સીચાલકોએ દાદર ટી.ટી. ખાતેના ગોપાલરાવ પાઈલ્સ સેંટર બાબતે જણાવ્યું હતું. ટેક્સીચાલકે વધુ માહિતી મેળવી ત્યારે પાઈલ્સ પર શસ્ત્રક્રિયા વિના સારવાર એવું લખેલું બોર્ડ ક્લિનિક પર દેખાયું હતું. ટેક્સીચાલક એની પત્ની સાથે 20 ફેબ્રુઆરીના દવાખાનામાં પહોંચ્યો હતો. એક વખત ડ્રેસિંગ કરીને ડોકટર મુકેશે એને બીજા દિવસે આવવાનું જણાવ્યું હતું.

બીજા દિવસે નાનુ ઓપરેશન કરવું પડશે એમ જણાવીને ડોકટર મુકેશે થોડા સમયમાં જ ઓપરેશન પતાવ્યું અને ટેક્સીચાલક પાસેથી રૂ. 25,000 લીધા હતા. પત્ની સાથે ઘરે જતા સમયે ઓપરેશનવાળી જગ્યાએથી મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થવા માંડ્યો. ટેક્સીચાલકના કપડા, ટેક્સીની સીટ લોહીથી લથબથ થઈ ગયા અને એ બેહોશ થઈ ગયો.

અન્ય સમાચારો પણ છે...