તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:1 મીટર દૂરથી શરીરનું તાપમાન હાર્ટ બીટ માપી શકે તેવું યંત્ર

મુંબઈ4 મહિનો પહેલાલેખક: જયેશ શાહ
 • કૉપી લિંક
 • કોરોનાગ્રસ્તોને ધ્યાનમાં રાખી એન્જિ. વિદ્યાર્થીઓએ અનોખું ડિવાઇસ વિકસાવ્યું
 • મોબાઇલ, કોમ્પ્યુટરમાં રેકોર્ડ સેવ પણ કરી શકાશેે, દિપેન અનેે સચિને 3 મહિનામાં ડિવાઇઝ બનાવ્યું

કોરાના મહામારીના કાળમાં દરેક જાહેર અને ખાનગી સ્થાનો પર કોરોનાગ્રસ્ત રોગના ચેપીઓને ઓળખવા માટે વિવિધ માપદંડો અને સાધનો વડે તપાસ કરવામાં આવી રહી છે. એમાં મુખ્યત્વે જાહેર સ્થળો એરપોર્ટ, રેલવે મથકો પર વ્યક્તિના શરીરનું તાપમાન, શરીરનું ઓક્સિજન લેવલ પણ માપવામાં આવે છે. પરંતુ એક 22 વર્ષના જૈન સમાજના એન્જીનિયરીંગના વિદ્યાર્થીએ અને તેના એક 20 વર્ષના સહયોગી વિદ્યાર્થીએ સાથે મળીને એક અલ્ગોરિધમ વિકસિત કર્યો છે, જે સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરીને 1 મીટર દૂરથી વ્યક્તિના શરીરનું ઓક્સિજન (એસપીઓ- 2) લેવલ અને હાર્ટ રેટ અને શરીરનું તાપમાન શોધી શકે છે.

હાલમાં લોકોના શરીરનું તાપમાન ચેક કરવા માટે ટેમ્પરેચર ગન નજીકમાં રાખીને અને ઓક્સિજન અને હાર્ટ બીટ માપવા માટે વ્યક્તિના હાથની આંગળી પર એક સાધન લગાડવામાં આવે છે. પરંતુ આ તમામ પ્રકારના ચેકીંગ સમયે ચેક કરનારા વ્યક્તિ અને જેનું ચેકિગ કરવામાં આવે છે તેની વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે એક મીટરની દૂરી રહેતી નથી. એથી વિલેપાર્લેની ડી.જે. સંઘવી કોલેજ ઓફ એન્જીનિયરીંગ કોલેજમાં ઇલેકટ્રોનિક્સ એન્ડ ટેલીકોમ્યુનિકેશન(બીઈ)ના છેલ્લા વર્ષની એક મહિના પહેલાં જ પરીક્ષા આપનાર દિશાંત દિપેન શાહ અને એન્જીનિયરિંગના સ્નાતક તરીકે બીજા વર્ષમાં અભ્યાસ કરતો સચિનસિંહ ભદોરિયાને એક અનોખો વિચાર આવ્યો હતો કે કોવિડ-19માં મુખ્યત્વે ચેપગ્રસ્તોથી દૂર રહીને તેની તપાસ કઇ રીતે કરી શકાય અને તેને માટે એક સાધન બનાવવા માટે બીડું ઝડપી લીધું હતું. છેલ્લા 3 મહિનાથી સતત મહેનતના અંતે તેઓએ એક સાધન સોફ્ટવેર સાથેનું બનાવ્યું હતું. આ પ્રકારનું સાધન વિશ્વમાં પ્રથમ નિમાર્ણ પામશે એવો દાવો તેઓએ કર્યાં હતો. આ સાધન શરીરના તાપમાનનું સ્ક્રીનીંગ અને સર્વેલન્સ ડિવાઇસ તરીકે કામ કરશે અને તેના વડે એક મીટર દૂરથી ચોક્કસાઇપૂર્વક એકી સાથે એક જ વ્યક્તિના 3 પેરામીટર શરીરનું તાપમાન, તેનું ઓક્સિજન લેવલ અને હાર્ટબીટ માપી શકાશે અને આ તમામ રેકોર્ડ મોબાઇલ, લેપટોપ કે કોમ્પ્યુટરમાં રેકોર્ડ રૂપે સાચવી પણ શકાશે.

ગુજરાતના વડનગરના વતની અને મલાડ-ઈસ્ટમાં રહેતા દિશાંત શાહે “દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે, અમે છેલ્લા 3 મહિનાની મહેનતના અંતે અલ્ગોરિધમનો વિકસિત કર્યો છે, જે સ્માર્ટફોન કેમેરાનો ઉપયોગ કરીને 1 મીટર દૂરથી વ્યક્તિની બોડીનું તાપમાન, તેનું એસપીઓ-2 સ્તર (ઓક્સિજન લેવલ) અને હાર્ટ રેટ શોધી શકે છે. એક મીટર દૂરથી વ્યક્તિનો ડેટા લઇ શકાશે. અલ્ગોરિધમનો ઉપયોગ વ્યક્તિના બોડીને સ્કેન કરવા 15 સેકંડ જ લાગે છે. એ માટે વિડિઓને મેળવવા માટે સ્માર્ટફોનના કેમેરાનો ઉપયોગ થાય છે, જે તે વ્યક્તિના એસપીઓ 2 સ્તર અને હાર્ટ રેટની ગણતરી માટે ઇનપુટ તરીકે ઉપયોગ કરે છે. આ અલ્ગોરિધમનો મુખ્ય સિદ્ધાંત રિમોટ ફોટોપોલિથિમોગ્રાફીનો ઉપયોગ છે, જેનો ઉપયોગ તેના હૃદયના ધબકારા અને વ્યક્તિનું ઓક્સિજન લેવલ (એસપીઓ 2 સ્તર)નો અંદાજ કાઢવા માટે વ્યક્તિની ત્વચાના રંગમાં વિવિધતાના વિશ્લેષણ માટે કરી શકાય છે. આ અલ્ગોરિધમનો ઉપયોગ કોમ્પ્યુટર પર અથવા યુએસબી કેમેરા અથવા આઇપી કેમેરા જેવા કોઈપણ બાહ્ય કેમેરાથી પણ થઈ શકે છે. હાલમાં આ સોફ્ટવેરનો કોન્સેપ્ટની લોકોની એક નાની બેચ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું, ક્રિટિકેર હોસ્પિટલ કલ્યાણની મદદથી 8 દર્દીઓ પર આ સાધન વડે પરીક્ષણ કરાયું હતું. જેમાં હાઈપોક્સિયાથી પીડાતા 3 દર્દીઓ માટે પણ સચોટ આગાહીઓ સાથે પરિણામો ખૂબ જ વિશ્વાસપાત્ર હતા. ટીમે હવે 100+ દર્દીઓનો મોટો અભ્યાસ કરવાનો અને પરિણામોને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેથી તે આઇસીએમઆર મંજૂરીઓ અને પ્રમાણપત્રો માટે અરજી કરી શકે. આ સાધનનું ક્લિનિકલ ટ્રાયલ્સ ડિસેમ્બરમાં શરૂ રહેશે. જો આ સાધનને સત્તાવાર માન્યતા મળશે તો અલ્ગોરિધમનો “વર્કસેફ’ નામ સાથે ઉત્પાદન ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો