તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટોક લિમિટ:16મીએ ગ્રોમાના વેપારીઓ દ્વારા એક દિવસ બંધ

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જો રાજ્ય સરકાર દ્વારા સ્ટોક લિમિટ પાછી નહીં ખેંચાયતો બેમુદત બંધ રાખવાનો પણ વિચાર

હજુ ગયા વર્ષે જ સરકારે વેપારીઓને પ્રોત્સાહન આપવા માટે સ્ટોક લિમિટ હટાવી હતી, દે પછી હાલના કોરોનાના મુશ્કેલ સમયમાં એક મહિનામાં ત્રણ નવા કાયદા લાવવામાં આવતાં વેપારીઓ હેરાન પરેશાન છે. ભારતીય વ્યાપાર ઉદ્યોગ મંડળ અને ચેમ્બર ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રી એન્ડ ટ્રેડની હાકલ અનુસાર નવી મુંબઈ એપીએમસી અનાજ બજારની ગ્રોમા સંસ્થાના વેપારીઓએ સમગ્ર ભારતના વેપારીઓ સાથે મળીને 16 જુલાઈએ એક દિવસના લાક્ષણિક બંધનું એલાન કર્યું છે, એમ માનદ મંત્રી ભીમજી એસ ભાનુશાલીએ જણાવ્યું હતું.

જો તે છતાં સરકાર કોઈ હકારાત્મક પ્રત્યુત્તર નહીં આપે તો અસહકાર દર્શાવી બેમુદત બંધ વિશે વિચારશે. વેપાર બંધને કારણે મુંબઈ જેવા મહાનગરમાં જો જીવનાવશ્યક વસ્તુનો માલ નહીં આવે અને પુરવઠો ખોરવાઈ જશે તો હાલમાં હંગામી ધોરણે ઘટેલા દાળ અને કઠોળના ભાવ આસમાને પહોંચી જશે અને સામાન્ય જનતાએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો સરકાર યોગ્ય પ્રત્યુત્તર નહીં આપે તો અંતે વેપારીઓએ કોર્ટમાંજવા સુધી તૈયારી રાખી છે, એમ ગ્રોમાના પ્રમુખ શરદકુમાર મારૂએ જણાવ્યું હતું.

આ આખો મામલો શું છે
કેન્દ્ર સરકારે 2 જુલાઈ, 2021થી 31 ઓક્ટોબર. 2021 સુધી કઠોળમાં સ્ટોક લિમિટ લાગુ કરી છે, જે હોલસેલરો, રિટેઈલરો, મિલરો અને આયાતકારોને બંધનકર્તાછે. નવી મુંબઈના એપીએમસી માર્કેટના અનાજ બજારના બધા વેપારીઓએ તેનો સખત વિરોધ કર્યો છે. હાલમાં દાળ અને કઠોળના માલની કોઈ અછત નહીં હોવા છતાં સરકારે સ્ટોક લિમિટ લગાવી હોવાથી દેશભરના વેપારીઓમાં આક્રોશ છે.

છેલ્લાં પાંચ વર્ષ કરતાં નીચા ભાવ
કઠોળના ભાવ છેલ્લા પાંચ વર્ષ કરતાં સૌથી નીચા છે. એમએસપીથી પણ નીચા છે. છતાં આ કાયદો લાવતાં ઈન્સ્પેક્ટર રાજ વધશે, એમ ભાનુશાલીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...