ધરપકડ:વિદેશથી ડ્રગ ખરીદવા બિટકોઈન પૂરા પાડતો ક્રિપ્ટોકિંગ ઝડપાયો

મુંબઈ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી મકરંદ ડ્રગ તસ્કરોને ટેકો આપીને માટે ખતરો ઊભો કરતો હતો

2020માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા જપ્ત કરવામાં ડ્રગના કેસમાં મંગળવાર 15 જૂને મુંબઈનો ક્રિપ્ટોકિંગ તરીકે ડ્રગ માફિયાઓમાં કુખ્યાત મકરંદ પરદીપ અદિવરેકરની ધરપકડ કરાઈ છે. 20 નવેમ્બર, 2020ના રોજ એનસીબીએ મલાડ પશ્ચિમમાં માર્વે રોડ પર ખારોડી ગામમાંથી 20 એલએસડી બ્લોટ્સના રૂપમાં માદક પદાર્થનો જપ્ત જપ્ત કર્યો હતો.

આ ડ્રગ મુંબઈના તસ્કર દ્વારા ક્રિપ્ટોકરન્સી બિટકોઈનનો ઉપયોગ કરીને યુરોપથી ખરીદી કરવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. આ તપાસમાં મકરંદનું નામ બહાર આવ્યું હતું, જે સમયથી તેની શોધ ચાલતી હતી. આખરે તે ઝડપાઈ ગયો છે. નવેમ્બર 2020માં વિદજેશથી એલએસડી નામે માદક પદાર્થની ખરીદીને અંજામ આફવા માટે મકરંદે બિટકોઈન આપ્યા હતા.

બિટકોઈન ચોક્કસ શું છે
વર્તમાન સંજોગોમાં વિશ્વભરમાં એલએસડી, એક્ટેસી, એમડીએમએ, હેરોઈન, હાઈડ્રોપોનિક વીડ્સ, બડ્સ વગેરે જેવા માદક પદાર્થોની દાણચોરી માટે અમુક દેશોમાં ડ્રગ માફિયાઓ બિટકોઈનનો ઉપયોગ કરે છે. આ ક્રિપ્ટોકરન્સી ડિજિટલ અથવા વર્ચ્યુઅલ કરન્સી છે, જે ક્રિપ્ટોગ્રાફી દ્વારા સંરક્ષિત હોય છે, જેને લીધે તેની નકલ કરવાનું લગભગ અશક્ય છે. બિટકોઈન તેમાંથી એક છે. સર્વોચ્ચ બેન્ક કે એક વહીવટકર્તા વિના આ વિકેન્દ્રિત ડિજિટલ કરન્સી છે, એટલે કે, તે મધ્યસ્થીઓની જરૂર વિના સમોવડિયાથી સમોવડિયાના બિટકોઈન નેટવર્ક પર ઉપભોક્તાથી ઉપભોક્તાને મોકલવામાં આવી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...