વિરોધ:અપમાનાસ્પદ વક્તવ્ય બદલ કંગના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

મુંબઇ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશને 1947માં મળેલી આઝાદી વિશે અપમાનજનક વક્તવ્ય કરવા માટે અભિનેત્રી કંગના રણોત વિરુદ્ધ મુંબઈમાં શનિવારે કોંગ્રેસ, શિવસેના દ્વારા ઠેર ઠેર દેખાવ કરવામાં આવ્યા હતા. ઉપરાંત અંધેરી પૂર્વ ખાતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બોરીવલીમાં માગઠાણે વિધાનસભા ક્ષેત્રના વિધાનસભ્ય પ્રકાશ સુર્વે અને મહિલા વિભાગ સંઘટક સુજાતા શિંગાડેના માર્ગદર્શનમાં રેલવે સ્ટેશનની બહાર જાહેર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મહિલા કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. આ જ રીતે અન્ય સીએસએમટી સહિતનાં અન્ય સ્ટેશનની બહાર પણ દેખાવ કરવામાં આવ્યા હતા.

બીજી બાજુ મુંબઈ કોંગ્રેસ દ્વારા અંધેરી પૂર્વ પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરીને દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની માગણી કરવામાં આવી હતી. આ સમયે ભાઈ જગતાપ, ચરણસિંહ સપ્રા, સંજય નિરૂપમ, સુરેશ શેટ્ટી વગેરે હાજર હતા. આ સાથે કંગના વિરુદ્ધ ઠેર ઠેર દેખાવ પણ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...