તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
21મી ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા “માતૃભાષાની શાળાઓ પૂછે છે, મારી આ દશા માટે જવાબદાર કોણ?’ વિષય પર આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
માતૃભાષા ફક્ત બોલવાથી કે સાંભળવાથી જ નથી ટકવાની કે પછી જૂની પેઢીઓ સાહિત્યિક સભાઓ કરશે તેનાથી! તેને ખરા અર્થમાં ટકાવવી હશે તો માતૃભાષાની સરવાણી જ્યાંથી ફૂટીને ગંગાનો અફાટ પ્રવાહ બને અને વિશ્વરૂપી સાગરમાં ભળી જાય છે તેને સાચવી રાખીને એનો મહિમા, પ્રચાર- પ્રસાર ગાઈને સમાજને જાગૃત કરીને જ થશે. આ વિચારધારા પર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નિયમો ધ્યાન રાખો
એકથી વધુ કૃતિમાં ભાગ લઈ શકાશે, પરંતુ એકમાં એક જ કૃતિને માન્યતા મળશે. કોઈ પણ વયજૂથના સભ્યો, શાળા- કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, માતૃભાષા પ્રેમીઓ ભાગ લઈ શકશે, આયોજન ઓનલાઈન કરાશે. વિડિયો નવો જ બનાવવાનું ફરજિયાત રહેશે. ઉત્તમ કૃ, મુંબઈ ગુજરાતી સંગઠનની યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવશે, એમ એક યાદીમાં જણાવાયું છે.
સ્પર્ધાઓ કઈ કઈ છે
(અ) વ્યંગ કાવ્યમાં સ્વરચિત, પઠન કરીને વિડિયો, 3 મિનિટ, (બ) શેરીનાટક 5થી 7 મિનિટ, વાદ- સંવાદ: 7થી 10 મિનિટ (2 કે તેથી વધુ સ્પર્ધા ભાગ લઈ શકશે), લઘુ ચલચિત્ર 5થી 6 મિનિટ, વક્તૃત્વ સ્પર્ધા 5થી 6 મિનિટ. રજિસ્ટ્રેશન 21મી ફેબ્રુઆરી શરૂ થશે અને 5 માર્ચ છેલ્લી તારીખ રહેશે. દરેક સ્પર્ધામાં અંદાજે કુલ રૂ. 50,000નાં ઈનામ વત્તા દરેક સ્પર્ધકને ઈ-પ્રમાણપત્ર મળશે. સંગઠનના ભાવેશ મહેતા, હાર્દિક શાહ, કરણ નેગાંધી, શુભાંગ મહેતા, પાર્થ લખાણી, ગૌતમ રાજાણી, જય સોમમાણેક, જુગલ ટાંક સ્પર્ધાને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.