તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રો-3ના કારશેડની જગ્યા પરથી નિર્માણ થયેલી મડાગાંઠ ઉકેલવા રાજ્ય સરકારે ફરીથી મુખ્ય સચિવ સંજય કુમારની અધ્યક્ષતા હેઠળ ઉચ્ચાધિકાર સમિતિ નિમવાનો નિર્ણય લીધો છે. મેટ્રો કારશેડ માટે આ ત્રીજી સમિતિ હશે. મેટ્રો કારશેડ કાંજુરમાર્ગમાં જ રાખવો કે બીજા કોઈ ઠેકાણે ઊભો કરવો એ બાબતે અભ્યાસ કરીને નવી સમિતિ સરકારને એકાદ મહિનામાં અહેવાલ આપશે. એક-બે દિવસમાં આ બાબતનો સરકારી નિર્ણય થશે. કોલાબા-બાન્દરા-સિપ્ઝ મેટ્રોના આરેના કારશેડને કાંજુરમાર્ગમાં ખસેડવાનો નિર્ણય મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઓકટોબરમાં જાહેર કર્યો હતો.
એ અનુસાર ઉપનગર જિલ્લાધિકારીએ કાંજુરમાર્ગ ખાતેની 102 હેકટર જમીન મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણને (એમએમઆરડીએ) આપી. એમાંથી 43.76 હેકટર જમીન મેટ્રો કારશેડ માટે અનામત રાખવાની પ્રક્રિયા નગરવિકાસ વિભાગે શરૂ કરી. એમએમઆરડીએએ આ જગ્યા પર ભરાવ નાખીને કારશેડ ઊભો કરવાનું કામ શરૂ કર્યું હતું.
જો કે આ જમીન પોતાની છે એમ જણાવતા કેન્દ્ર સરકારે કોર્ટમાં દાવો કર્યા પછી થોડા દિવસ પહેલાં જ હાઈ કોર્ટે કાંજુરમાર્ગ ખાતેના કારશડના કામ પર સ્ટે આપ્યો. એમાં મેટ્રો-3 પ્રકલ્પ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ભાગીદારીથી અમલમાં મૂકાયો છે. લગભગ 150 વર્ષનો વિચાર કરીને આ પ્રકલ્પની રૂપરેખા બનાવવામાં આવી છે. એના અંડરગ્રાઉન્ડ કામ 90 ટકા અને સ્ટેશનોનું કામ 60 ટકા પૂરું થયું છે. આરેમાં કારશેડ ઊભો કરવાના કામ પર રૂ. 100 કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા. આવી પરિસ્થિતિમાં કારશેડને ખસેડવાના રાજ્ય સરકારના નિર્ણયને કારણે પ્રકલ્પ અનેક ગુંચવણ નિર્માણ થશે.
તેથી અંતિમ નિર્ણય લેવા પહેલાં પ્રકલ્પના નાણાકીય અને ટેકનિકાલિટીનો અભ્યાસ કરવો, એના અહેવાલ બાદ જ મુંબઈ મેટ્રો રોલ કોર્પોરેશન (એમએમઆરસીએલ) આગળનો નિર્ણય લેશે એવી ભૂમિકા કેન્દ્ર સરકારે લીધી છે. તેથી અડચણમાં મૂકાયેલી રાજ્ય સરકારે એમાંથી માર્ગ કાઢવા ફરીથી નવી સમિતિનો આધાર લેવાનો નિર્ણય લીધો છે. ખ્ય સચિવ સંજય કુમારની અધ્યક્ષતા હેઠળ નવી સમિતિમાં પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ, આઈઆઈટીનાપ્રોફેસર, એમએમઆરડીએ અને રેલવેના વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ હશે.
આ પાર્શ્વભૂમિ પર આરેમાં કારશેડ ઊભો કરવો કેટલું યોગ્ય છે, એને કાંજુરમાર્ગમાં ખસેડવાથી પ્રકલ્પ પર કેટલો નાણાકીય બોજ વધશે અને અન્ય શું અસર થશે, કારશેડ માટે અન્ય વિકલ્પ ઉપલબ્ધ થાય છે કે નહીં વગેરે બાબતોનો નવી સમિતિ અભ્યાસ કરીને સરકારને અહેવાલ આપશે. આ બાબતનો પ્રસ્તાવ મુખ્યમંત્રી પાસે મોકલવામાં આવ્યો છે અને એકાદ-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
ખર્ચમાં 5000 કરોડનો વધારો થશે
કાંજુરમાર્ગ જમીન વિવાદ પહેલાંના એક કોર્ટ કેસમાં કારશેડ માટે આ જગ્યા ઉપયોગી ન હોવાનો એફિડેવિટ સરકાર તરફથી કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેથી અત્યારના વિવાદમાં આ ભૂમિકા સરકાર માટે અડચણરૂપ બની શકે છે. તેમ જ સૌનિક સમિતિના અહેવાલમાં પણ આરેનો કારશેડ કાંજુરમાર્ગમાં ખસેડવાથી પ્રકલ્પની કિંમત રૂ. 5000 કરોડ વધી જશે અને પ્રકલ્પ લંબાઈ જવાનું જોખમ વ્યક્ત કરવામાં આવ્યું છે. બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સની જમીન પર કારશેડ ઊભો કરવાનો વિચાર છોડી દેવાની સલાહ મહાવિકાસ આઘાડીના વરિષ્ઠ નેતાઓએ મુખ્યમંત્રીને આપી હોવાનું જણાવવામાં આવે છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.