કાર્યવાહી:ઈચ્છા વિરુદ્ધ શરીરસંબંધ પ્રસ્થાપિત કરવા માટે ગણેશ નાઈક સામે ગુનો દાખલ કરાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાઈકની ટૂંક સમયમાં ધરપકડ થશેઃ મહિલા પંચનાં અધ્યક્ષા

ભાજપના નેતા અને વિધાનસભ્ય ગણેશ નાઈક સામે એક મહિલાની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એક મહિલા સાથે તેની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ પ્રસ્થાપિત કર્યા પછી તે થકી બાળકનો જન્મ થયો હતો, જેનો નાઈકે સ્વીકાર કર્યો નહોતો. આ સંબંધી પીડિતાએ ફરિયાદ દાખલ કરી હતી. તે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એવી માહિતી રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા રૂપાલી ચાકણકરે આપી છે.

થોડા દિવસ પૂર્વે આ મહિલાએ પંચ પાસે ફરિયાદ કરી હતી, જે પછી પંચે નવી મુંબઈ પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા. આ પછી પોલીસે આજે નાઈક સામે જાનથી ખતમ કરવાની ધમકી અને ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ પ્રસ્થાપિત કરવા સંબંધે ગુનો દાખલ કર્યો છે. નાઈકની આ પ્રકરણે ટૂંક સમયમાં ધરપકડ કરાશે, એમ ચાકણકરે જણાવ્યું હતું.

નોંધનીય છે કે રાજ્યમાં માજી મંત્રી સંજય રાઠોડ, રાષ્ટ્રવાદી યુવક કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ મહેબૂબ શેખ, સામાજિક ન્યાય મંત્રી ધનંજય મુંડે, શિવસેનાના ઉપ નેતા રઘુનાથ કુચિક સામે પણ આવા જ આરોપ થયા હતા. હવે ગણેશ નાઈક મુશ્કેલીમાં આવ્યા છે. 1993થી નાઈકે પીડિતાને લગ્નની લાલચ આપી હતી અને જાનથી ખતમ કરવાની ધમકી આપીને જાતીય શોષણ કર્યું હોવાનો આરોપ કરવામાં આવ્યો છે.

રાજ્ય મહિલા પંચની માહિતી અનુસાર નવી મુંબઈમાં આ મહિલાએ ઐરોલીના ભાજપના વિધાનસભ્ય ગણેશ નાઈક વિરુદ્ધ અમારી પાસે ફરિયાદ કરી હતી. નાઈક સાથે 1993થી લિવ ઈન રિલેશનશિપમાં રહેતી હતી. આ સંબંધ થકી તેને 15 વર્ષનો પુત્ર છે. મહિલાએ પોતાને માટે વૈવાહિક અધિકાર અને પુત્ર માટે પિતૃત્વનો અધિકાર માગતાં નાઈકે બંનેને જાનથી ખતમ કરવાની ધમકી આપી હોવાનો આરોપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...