તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હંમેશાં ચર્ચામાં રહેતી મોડેલ અને અભિનેત્રી પૂનમ પાંડે વિરુદ્ધ લોકડાઉનનો ભંગ કરવા માટે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સંચારબંધી લાગુ કરવામાં આવ્યો હોવા છતાં મુંબઈના રસ્તાઓ પર અનેક જણ કામ અને કારણ વિના રખડતા દેખાય છે. આ જ રીતે કારણ વિના રસ્તા પર રખડતી પૂનમ પાંડે પર લોકડાઉનનું ઉલ્લંઘન કરવા પ્રકરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે રાત્રે મરીન લાઈન્સ ખાતે નાકાબંધીમાં પૂનમ પાંડે અને તેનો ફ્રેન્ડ સેમ અહમદ બીએમડબ્લ્યુ કારમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યાં હતાં.પોલીસે એની પૂછપરછ કરતાં યોગ્ય જવાબ આપી શકી નહોતી. આથી બંને વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે એની કાર પણ કબજામાં લીધી હતી. આ પછી પોલીસે તેને નોટિસ બજાવીને ચેતવણી આપીને છોડી દીધી.પૂનમ પાંડે કોઈ ને કોઈ કારણસર હંમેશાં ચર્ચામાં રહે છે. લોકડાઉનના સમયમાં એ પોતાના બોલ્ડ ફોટોગ્રાફ્ઝ, વિડિયો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સમાં પોસ્ટ કરે છે. ૨૦૧૧માં ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ટીમ જીતશે તો પોતે જાહેરમાં નગ્ન થશે એવી ઘોષણા કરીને ખળભળાટ મચાવી દીધો હતો.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.