દુર્ઘટના:થાણેમાં ઈમારતના પાર્કિંગ લોટમાં કાર-ટુવ્હીલરને આગ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે કાર અને ચાર ટુવ્હીલર બળીને ખાક થઈ ગયા

થાણેની એક પોશ સોસાયટીમાં લાખ્ખોની કારને કોઈક તોફાનીએ આગ ચાંપી દીધી હતી. ઈમારતના પાર્કિંગ લોટમાં કારને આગ લગાવવામાં આવી હતી, જેમાં બે કાર અને ચાર ટુવ્હીલર ખાક થઈ છે. આ અંગે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સોમવારે સવારે 4.30 વાગ્યાના સુમારે થાણેમાં વસંત વિહાર વિસ્તારમાં સિદ્ધાચલ કોમ્પ્લેક્સની ફેઝ-6 ઈમારતના પાર્કિંગ લોટમાં આગ લાગી હતી. દરમિયાન પાર્કિંગમાં ઊભી રાખવામાં આવેલી લાખ્ખો રૂપિયાની કીમતી કાર બળીને ખાક થઈ છે. આગમાં બે ફોર વ્હીલર અને ચાર ટુવ્હીલર ખાક થઈ છે. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.કારમાં હોંડા સિટી અને હોંડા જાઝનો સમાવેશ થાય છે, જ્યારે ટુવ્હીલરમાં હાર્લી ડેવિડસન, રોયલ એનફિલ્ડ બુલેટ, બજાજ સ્કૂટર અને વેસ્પા સ્કૂટરનો સમાવેશ થાય છે. અગ્નિશમન દળના જવાનો અને થાણે મહાપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન ટીમના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને ભારે જહેમતથી આગને કાબૂમાં લીધી હતી.

જોકે આગ બુઝાઈ ત્યાં સુધી સર્વ વાહન ખાક થઈ ગયાં હતાં. ખાસ કરીને સિદ્ધાચલ કોમ્પ્લેક્સમાં 24 કલાક સિક્યુરિટીનો પહેરો હોય છે. આમ છતાં આગ કઈ રીતે લાગી એવો પ્રશ્ન કરવામાં આવી રહ્યો છે. પાર્કિંગ વિવાદમાંથી આગ જાણીબૂજીને લગાવવામાં આવી હોઈ શકે છે, એમ પોલીસનો પ્રાથમિક અંદાજ છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...