તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિનંતી:ગિરદીવાળા તમામ રાજકીય, ધાર્મિક કાર્યક્રમો સ્થગિત કરવા માટે હાકલ

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય અને જીવ મહત્ત્વનો, ઉત્સવો તો પછી પણ ઉજવી શકાશે : મુખ્યમંત્રી

કોરોનાના સંક્રમણમાં થોડો વધારો થયેલો જોતા અને પાછલા અનુભવને ધ્યાનમાં રાખતા હું તમામ રાજકીય પક્ષો અને સંગઠનોનો વિનંતી કરું છું કે તેમણે ગિરદી કરતા રાજકીય કાર્યક્રમ, સભા, મોરચા તરત સ્થગિત કરવા.. અન્ય કાર્યક્રમો ચુસ્તતાથી નિયમોનું પાલન કરીને પાર પાડવા. હવે આપણને ત્રીજી લહેરને આવવા દેવી જ નથી. જનતાના આરોગ્યને પહેલાં મહત્ત્વ આપો એવી હાકલ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરીથી કરી હતી.

રાજ્યના મુખ્યમંત્રી તરીકે સરકારને આ સંકટનો સામનો કરવા માટે સંપૂર્ણ તૈયારીમાં રહેવાની સ્પષ્ટ સૂચના આપી છે. પણ સત્તાધારી, વિરોધી જેવા તમામ પક્ષોને હું હાકલ કરું છું કે હવે વધુ ધ્યાન રાખો. ગિરદીવાળા કાર્યક્રમો ટાળો. ઉત્સવોના દિવસ આવ્યા છે. એના પર પ્રતિબંધો લાદવા એમ કોણ ઈચ્છે? પણ આખરે તો આપણું આરોગ્ય, જીવ મહત્ત્વના છે. ઉત્સવો તો પછી પણ ઉજવશું એમ તેમણે જણાવ્યું હતું. આ ખોલો, તે ખોલો જેવી માગણીઓ ઠીક છે પણ એના લીધે જ જોખમ છે. દરેક જણ નિયમ અને મર્યાદા પાળશે તો ફરીથી સખત પ્રતિબંધો લાગુ કરવાનો સમય આવશે નહીં.

તેથી જ શિવસેના સહિત તમામ રાજકીય પક્ષોને હાકલ કરું છું કે આપણે બધા શાણપણથી વર્તવું જોઈએ અને લોકોના જીવનું રક્ષણ કરવું જોઈએ. ઉત્સવો આજે નહીં તો આવતી કાલે ચોક્કસ આવશે. પણ ઘરનો દરેક વ્યક્તિ આપણા માટે મહત્ત્વનો છે. લોકોના જીવ પર વિધ્ન ટાળવું હશે તો સરકારે સમયે સમયે લાગુ કરેલા આરોગ્યના નિયમોનું પાલન થાય એ જુઓ, ગિરદી કરશો નહીં. સાર્વજનિક કાર્યક્રમ ટાળો. રાજકીય સભા, સંમેલનના ઉતેજન આપશો નહીં એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

મને વારંવાર તમને હાકલ એટલા માટે કરવી પડે છે કારણ કે કોવિડ ફરીથી વધી રહ્યો છે. આગામી દિવસો પડકારજનક હશે અને પરિસ્થિતિ હાથની બહાર જવા દેવી ન હોય તો ખાસ કરીને તમામ રાજકીય પક્ષોની એ મુખ્ય જવાબદારી છે. બીજી લહેરની શરૂઆત કેવી રીતે થઈ એની આપણને બધાને જાણ છે. એ લહેરમાં ઓક્સિજનની અછત થતા વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. મહારાષ્ટ્ર સહિત દેશને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું હતું. હવે ફરીથી મહારાષ્ટ્ર અને દેશ ત્રીજી લહેરના ઉંબરે છે. નવા કોરોનાએ જોરદાર શરૂઆત કરી છે.

અમેરિકામાં ત્રીજી લહેરે જીવન ખોરવ્યું. ચીન પણ એમાં સપડાયું છે. આપણા દેશમાં જ કેરળ રાજ્યમાં દરરોજ નવા 30,000 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. આ જોખમની ઘંટડી છે જેને આપણે બધાએ ગંભીરતાથી લેવી જોઈએ. મહારાષ્ટ્રએ તો એની મોટી કિંમત ચુકવવી પડશે. સરકાર સુવિધાઓ નિર્માણ કરશે પણ એનો ઉપયોગ કરવાનો સમય જ આવે નહીં એ માટે પ્રયત્ન કરો એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...