તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાઈ સોસાયટીના લોકોને કોકેઈન વેચતો કેબ ચાલક ઝડપાઈ ગયો

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી સાગરીત સાથે દક્ષિણ મુંબઈમાં વેપાર

કેબ ચલાવવાની આડમાં દક્ષિણ મુંબઈમાં હાઈ-ફાઈ લોકોને કોકેઈન વેચનારા આરોપી અને તેના વિદેશી સાગરીતને ઘાટકોપર એન્ટી એક્સટોર્શન સેલ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. તેની પાસેથી રૂ. 30 લાખ કિંમતનું 100 ગ્રામ કોકેઈન પણ જપ્ત કરવામાં આવ્યું છે.

યુનિટનાં પ્રભારી પીઆઈ લતા સુતારને એવી માહિતી મળી હતી કે ટ્રોમ્બે નાળા નજીક ચિતા કેમ્પ ઝૂંપડપટ્ટી ખાતે દસ બાય દસ રૂમમાંથી મોટે પાયે ડ્રગની લેવેચ કરવામાં આવે છે. આને આધારે અચાનક દરોડા પાડીને વડાલા પૂર્વના એન્ટોપ હિલમાં રહેતા સંજય રમાકાંત ચતુર્વેદી (40) અને તેના સાગરીત નવી મુંબઈમાં રહેતા વિદેશી નાગરિક ફેલિક્સ ઈમાંગવેલ (21)ની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ઉચ્ચ ગુણવત્તાનું રૂ. 30 લાખનું કોકેઈન મળી આવ્યું હતું.

આરોપીઓની ઊલટતપાસ લેવામાં આવતાં એવી માહિતી બહાર આવી કે ચતુર્વેદી ઓલા કાર ડ્રાઈવર છે. તે માનખુર્દ ગોવંડી વિસ્તારમાં ડ્રગ વેચવા માટે આવતા ફેલિક્સ પાસેથી ડ્રગ લેતો હતો. તે 3-4 દિવસમાં એક વાર 20-30 ગ્રામ કોકેઈન લેતો હતો. આ પછી દક્ષિણ મુંબઈમાં હાઈ- ફાઈ ગ્રાહકોને એક-એક ગ્રામ કોકેઈન વેચીને કમાણી કરતો હતો. તેમના રિમાંડ પર લઈને તેમના અન્ય સાગરીતોની શોધ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...