તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વેપારીના ઘરમાંથી 20 લાખ ચોરનારો ઝાડુવાળો ઝડપાયો

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • રૂ. 19.05 લાખ હસ્તગત કરવામાં આવ્યા

જોગેશ્વરીમાં એક વેપારીના ઘરમાં મૂકેલી રૂ. 20 લાખ ભરેલી બેગ ઉઠાવી ગયેલા આરોપીને પોલીસે હરિયાણાથી ઝડપી લીધો છે. આરોપી પાસેથી રૂ. 19.05 લાખ હસ્તગત કરવામાં આવ્યા છે. 8 ફેબ્રુઆરીએ રાત્રે વિનય ત્રિપાઠી (32)એ ઘેર આવીને રૂ. 20 લાખ ભરેલી બેગ ઘરના ડાઈનિંગ ટેબલ પર મૂકી હતી. બીજા દિવસે સવારે તે ઓફિસમાં બેગ જોડે લઈ જવાનું ભૂલી ગયો હતો. દરમિયાન ઝાડુવાળો અજય વાલ્મિકી આવ્યો ત્યારે ઘર ખુલ્લું હતું અને અંદર કોઈ નહોતું. આથી તેણે અંદર ડોકિયું કરતાં ડાઈનિંગ ટેબલ પર રૂ. 20 લાખ એવું ઉપર લખેલી બેગ જોઈ હતી.

તેણે બેગ ઉપાડીને કચરાના ડબ્બામાં મૂકી દીધી હતી. આ પછી તે ગાયબ થઈ ગયો હતો. દરમિયાન ત્રિપાઠીએ ફરિયાદ નોંધાવતાં સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા, જેમાં રોજ બપોરે ઈમારતમાંથી જતો વાલ્મિકી તે દિવસે સાંજે 5 સુધી રોકાયો હતો અને તે પછી ગાયબ થઈ ગયો હતો. આથી પોલીસે તેનું પગેરું શોધીને હરિયાણાના સોનેપતથી પકડી પાડ્યો હતો. રૂ. 19.05 લાખ તેની પાસેથી મળી આવ્યા હતા, જ્યારે બાકી તેણે ખર્ચી નાખ્યા હોવાનું જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો