દરોડો:થાણેમાં અમેરિકનોને ઠગતું બોગસ કોલ સેન્ટર પકડાયું

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંદિવલી- દહિસરના ગુજરાતીઓ સહિત કુલ11ની ધરપકડ કરાઈ

પોલીસે થાણે શહેરમાં એક બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે અને અમેરિકન નાગરિકોને છેતરનારા 11 જણની ધરપકડ કરી છે. કાસર વડવલી પોલીસ સ્ટેશનના અધિકારી યોગેશ આવ્હાડે જણાવ્યું હતું કે, એક માહિતીને આધારે થાણેના વાગલે એસ્ટેટના કિસનનગરમાં સનરાઈઝ બિઝનેસ પાર્ક સ્થિત કોલ સેન્ટરના પરિસરમાં દરોડો પાડ્યો હતો.

આરોપીઓ મોલમાંથી કોલ સેન્ટર ચલાવતા હતા અને અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા હતા.પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમેરિકન ઇન્ટરનેશનલ રેવેન્યુ સર્વિસીસ અને સિકયુરિટી સર્વિસીસના અધિકારી તરીકે આપીને કર બાકી હોય તેવા અમેરિકન નાગરિકોને ધરપકડ સહિતની કાર્યવાહીની ધમકી આપી પૈસા પડાવતા હતા.

આ રીતે આરોપીઓએ અનેક અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરી છે. પોલીસે કોલ સેન્ટરમાંથી હાર્ડ ડિસ્ક, લેપટોપ, રજિસ્ટર, રાઉટર, સ્ટાફ દ્વારા પીડિતો સાથે વાતચીત કરવા માટે ઉપયોગમાં લેવાતી સ્ક્રિપ્ટો અને મોબાઈલ ફોન રોકડ સહિત રૂ. 3,25,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર ઝડપાયેલા આરોપીઓમાં મીરા રોડમાં રહેતા હૈદર મન્સુરી (29), કાંદિવલીના ભાવિન શાહ (34), દહિસરનાતુષાર પરમાર અને સાંતાક્રુઝ કાલીનામાં રહેતા રાયલન કાર્લોસ (23) અને તેના અન્ય 7 સાગરીતોની આઇપીસીની કલમ 419, 420, 384, 201, 120 બી, ભારતીય ટેલિગ્રાફ એકટની કલમ 25(ક), 72 (1), ઇલેકટ્રોનિકસ એકટની કલમ અન્વયે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...