તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનસુખ હિરનની હત્યા કેસ:વાઝે સાથેની મહિલાને નામે રજિસ્ટર્ડ બાઈક દમણથી જપ્ત

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એનઆઈએ દ્વારા મીના જ્યોર્જને અટકાયતમાં લીધે બાદ કાર્યવાહી

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક 20 જિલેટિન સ્ટિક્સ અને ધમકીના પત્ર સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર ગોઠવવાના કેસમાં અને થાણેના ઓટો પાર્ટસ ડીલર મનસુખ હિરનની થાણેના મુંબ્રા સ્થિત ખાડીમાં ફેંકીને ક્રૂરતાથી હત્યા કરવાના કેસમાં મુખ્ય સૂત્રધાર સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝે સાથે નરીમાન પોઈન્ટ સ્થિત ટ્રાઈડેન્ટ હોટેલમાં સીસીટીવી ફૂટેજમાં જોવા મળેલી રહસ્યમય મહિલાને અટકાયતમાં લીધા પછી નેશનલ ઈન્વેસ્ટિગેટિંગ ટીમ (એનઆઈએ) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

મીના જ્યોર્જ નામે આ મહિલાને નામે રજિસ્ટર્ડ બેનેલી કંપનીની રૂ. 7.16 લાખની સ્પોર્ટસ બાઈક એનઆઈએ દ્વારા દમણથી જપ્ત કરવામાં આવી છે. સોમવારે સવારે એક ટેમ્પોમાં આ બાઈક અને અન્ય અમુક સામગ્રીઓ લઈને એનઆઈએની ટીમ મુંબઈ પહોંચી હતી. અગાઉ દમણના ઉદ્યોગપતિની વોલ્વો કાર જપ્ત કરી હતી, જે પછી દમણમાં વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે. આ બાઈક વાઝે કેસ સાથે સંબંધિત છે, પરંતુ તે અંગે એનઆઈએ કોઈ વિગતો જાહેર કરી નથી.

એનઆઈએએ મીના જ્યોર્જની હજુ વિધિસર ધરપકડ પણ કરી નથી. મીના મીરા રોડમાં સેવન ઈલેવન કોમ્પ્લેક્સમાં સી વિંગમાં પીયુષ ગર્ગની માલિકીના 401 નંબરના ફ્લેટમાં ભાડા પર રહેતી હતી. જોકે ટ્રાઈડેન્ટ હોટેલના સીસીટીવી ફૂટેજમાં મહિલા દેખાયા પછી છેલ્લા 15 દિવસથી તે ગાયબ થઈ ગઈ હતી. આખરે ગયા સપ્તાહના અંતે તે એરપોર્ટ પરથી પકડાઈ હતી. તે સમયથી એનઆઈએ તેને વિવિધ જગ્યાએ લઈ જઈ રહી છે અને પૂછપરછ કરી રહી છે. આના જ ભાગરૂપે સ્પોર્ટસ બાઈક પણ હવે જપ્ત કરવામાં આવી છે.

મીના પાસે કેશ ગણવાની 20 મશીન
દરમિયાન એનઆઈએનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મીના જ્યોર્જે 5 ઓટો પાર્ટસની બોગસ કંપની બતાવી હતી. તેણે 12 કરન્ટ અકાઉન્ટ ખોલાવ્યાં હતાં અને તેની પાસે 20 કેશ ગણવાની મશીન હતી. વાઝે રોજ વસૂલીની કેશ મીનાને આપતો, જે ઓટો પાર્ટસની દુકાનમાંથી કમાણી બતાવીને સીસી અકાઉન્ટમાં જમા કરતી હતી, જે પછી તે નાણાંથી વીમા કંપનીના શેરો ખરીદી કરતી હતી. 1 વર્ષમાં વાઝે ગેન્ગે રૂ. 800 કરોડ શેરબજારમાં રોકાણ કર્યાં હોવાનું માનવામાં આવે છે. વાઝે વસૂલીમાંથી 20 ટકા પોતાની પાસે રાખતો, જ્યારે બાકી 80 ટકા તેના બોસને આપતો હતો, એવી માહિતીને આધારે તપાસ ચાલી રહી છે.

મહિલા વાઝે માટે કાળાં નાણાં ધોળાં કરતી
મીના વાઝેનાં કાળાં નાણાં ધોળાં કરતી હતી. તેણે બે આઈડી તૈયાર કરી હતી, જેના થકી તે સર્વ વ્યવહાર કરતી હતી. સીસીટીવીમાં તેની પાસે નોટ ગણવાનું મશીન હોવાનું દેખાયું હતું. અગાઉ વાઝેની એક જપ્ત કરેલી મર્સિડીઝમાંથી પણ નોટ ગણવાનું મશીન મળી આવ્યું હતું, જે આ જ હોવાની એનઆઈએને શંકા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો