સફળ શસ્ત્રક્રિયા:મહિલાના અંડાશયની બહારથી 47 કિલોની ગાંઠ કાઢવામાં આવી

મુંબઈ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 56 વર્ષીય મહિલાના શરીરમાં 18 વર્ષથી ગાંઠ હતી

શરીરમાં 47 કિલો વજનની ગાંઠ લઈને 18 વર્ષ જીવન જીવનારી 56 વર્ષીય મહિલા પર સફળ શસ્ત્રક્રિયા પાર પાડીને તેને નવજીવન આપવામાં મુંબઈના ડોક્ટરોને સફળતા મળી છે. ભારતમાં સૌપ્રથમ જ અંડાશયની બહાર સૌથી મોટી ગાંઠ સફળતાથી બહાર કાઢવાની શસ્ત્રક્રિયા પાર પાડવામાં આવી છે.સરકારી કર્મચારી અને દેવદઢબારિયાની રહેવાસી મહિલા પર એપોલો હોસ્પિટલમાં ચાર સર્જન સહિત આઠ ડોક્ટરોની ટીમે મુખ્ય સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ ડો. ચિરાગ દેસાઈની આગેવાનીમાં આ શસ્ત્રક્રિયા પાર પાડી.આ શસ્ત્રક્રિયા પછી મહિલાનું વજન 49 કિલો ઓછું થયું છે.

શસ્ત્રક્રિયા પૂર્વે તે સીધી ઊભી રહી શકતી નહીં હોવાથી વજન કરી શકાયું નહોતું. પેટના પોલાણમાં ગાંઠને લીધે નિર્માણ થયેલા દબાણથી મહિલાના યકૃત, હૃદય, ફેફસાં, મૂત્રપિંડ અને ગર્ભાશયના અંતર્ગત અવયવ મૂળ જગ્યાથી બાજુમાં ખસી ગયાં હતાં. આથી આ શસ્ત્રક્રિયા ગૂંચભરી હતી. ગાંઠના મોટા આકારને લીધે સિટી સ્કેન યંત્રણના સાધનને પણ અવરોધ આવતો હોવાથી સિટીન સ્કેન કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું.રક્તવાહિનીઓ દબાઈ જવાથી બ્લડપ્રેશર અસ્થિર હતું.

ગાંઠ કાઢ્યા પછી બ્લડપ્રેશર ઓછું થઈને તે વધુ નીચે નહીં આવે તે માટે શસ્ત્રક્રિયા પૂર્વે વિશેષ ઉપચાર આપવામાં આવ્યો હતો, એમ ઓન્કો- સર્જન ડો. નીતિન સિંઘલે જણાવ્યું હતું.પ્રજનનક્ષમ ઉંમરમાં હોય ત્યારે ફાઈબ્રોઈડ્સ થવું અનેક મહિલાઓમાં જોવા મળે છે, પરંતુ ભાગ્યે જ આટલા મોટા આકારની ગાંઠ જોવા મળે છે. ટીમમાં એનેસ્થેટિસ્ટ ડો. અંકિત ચૌહાણ, જનરલ સર્જન ડો. સ્વાતિ ઉપાધ્યાય અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. જય કોઠારીએ મહત્ત્વની ભૂમિકા પાર પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...