તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો નિર્ણય:ડ્રગ કેસમાં 32 વર્ષીય કોલંબિયન નાગરિકને 10 વર્ષની સખત કેદ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી 2017માં લેપટોપ બેગમાં છુપાવેલા ડ્રગ સાથે પકડાયો હતો

ડ્રગ કેસમાં 32 વર્ષના કોલંબિયન નાગરિકન વિશેષ એનડીપીએસ કોર્ટે 10 વર્ષની સખત કેદ આપી હતી. વિશેષ જજ જી બી ગુરવે ગુરુવારે ફ્રેડી રેન્તેરીને ડ્રગની દાણચોરીમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટની સુસંગત કલમો હેઠળ કસૂરવાર ઠરાવ્યો હતો.

આ ડ્રગ કેસનો વિગતવાર આદેશ શનિવારે ઉપલબ્ધ થયો હતો. ફરિયાદ અનુસાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની મુંબઈ શાખા દ્વારા 2017માં એક હોટેલમાં દરોડા પાડ્યા ત્યારે આરોપીની લેપટોપ બેગમાંથી કોકેઈનનો જથ્થો મળી આવ્યો હતો, જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી.

કોર્ટે પુરાવાઓની નોંધ લીધા પછી એવી નોંધ કરી હતી કે આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તેની પાસેથી કરોડો રૂપિયાનું 5.9 કિલો કોકેઈન મળી આવ્યું હતું, જે તે કોલંબિયાથી ભારતમાં લાવ્યો હતો.આ ગુનો બહુ ગંભીર છે અને સમાજના હિતની વિરુદ્ધ છે. જો આરોપી ભારતમાં કોકેઈનનો જથ્થો વિતરણ કરવામાં સફળ થયો હોત તો ઘણા બધા પરિવારોને હાનિ પહોંચી હોત. રેન્તેરી 2017માં ધરપકડ થઈ ત્યારથી જેલમાં છે. કોર્ટે આરોપીએ જેટલા દિવસ જેલમાં વિતાવ્યા છે તે સજામાંથી માફ કરવાનો આદેશ આપ્યો હતો. આરોપીને 10 વર્ષની સખત કેદ આપવા ઉપરાંત તેને રૂ. 2 લાખો દંડ પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...