તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત:મુંબઈગરાઓ પર પ્રોપર્ટી ટેક્સમાં ઝીંકાનાર 14%નો વધારો રદ કરાયો

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સર્વપક્ષોએ સ્થાયી સમિતિમાં કરમાં વધારાનો પ્રસ્તાવ ફગાવતા રાહત

મુંબઈગરાઓ માટે પ્રસ્તાવિત પ્રોપર્ટી ટેક્સમાં 14 ટકાનો વધારો રદ કરવાનો નિર્ણય લઈને મોટી રાહત આપી હતી. સ્થાયી સમિતિએ પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. સર્વપક્ષોએ એકમતે પ્રશાસનનો પ્રોપર્ટી ટેક્સમાં વધારો કરવાનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. કોવિડના સંકટ અને લોકડાઉનના સમયને ધ્યાનમાં લેતા મુંબઈગરાઓ પર પ્રોપર્ટી ટેક્સમાં વધારો લાદવો નહીં એવી બધાની ભૂમિકા હતી.

2021ના રેડીરેકનર દર અનુસાર સુધારેલ કર લાગુ કરવાનો પ્રસ્તાવ મહાપાલિકા પ્રશાસને સ્થાયી સમિતિમાં રજૂ કર્યો હતો. તેથી પ્રોપર્ટી ટેક્સમાં 14 ટકાનો વધારો થવાની શક્યતા હતી. જોકે સ્થાયી સમિતિએ આ પ્રસ્તાવ ફગાવી દીધો હતો. પ્રોપર્ટી ટેક્સના દરમાં પાંચ વર્ષે સુધારો કરવાની મહાપાલિકાના કાયદામાં જોગવાઈ છે. એ અનુસાર 2020માં આ સુધારો થવો અપેક્ષિત હતો. પણ કોવિડના લીધે રાજ્ય સરકારે આ વધારાને સ્ટે આપ્યો હતો. પ્રોપર્ટી ટેક્સ રેડીરેકનર દર પર આધારિત હોવાથી એપ્રિલ 2021માં રાજ્ય સરકારે નિશ્ચિત કરેલા રેડીરેકનર દર અનુસાર પ્રોપર્ટી ટેક્સ લેવાનો નિર્ણય પ્રશાસને લીધો હતો.

હોટેલ્સને ઔદ્યોગિક શ્રેણીમાં સમાવવા પ્રસ્તાવ
હોટેલ્સનો સમાવેશ અત્યાર સુધી કમર્શિયલ ક્લાસમાં કરવામાં આવતો હતો. એ અનુસાર હોટેલ્સ પાસેથી પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. હવે હોટેલ્સનો સમાવેશ ઔદ્યોગિક શ્રેણીમાં કરવાની પરવાનગી પ્રશાસને સ્થાયી સમિતિ પાસે માગી હતી. રાજ્ય સરકારના ડિસેમ્બર 2020ના નિર્ણય અનુસાર કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય પાસે નોંધણી થયેલી હોટેલ્સનો સમાવેશ ઔદ્યોગિક શ્રેણીમાં કરવાનું પ્રસ્તાવિત છે.

અન્ય સમાચારો પણ છે...