તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સોશિયલ મિડિયા પર મૈત્રી બનાવ્યા પછી ગેમ રમવાને બહાને 14 વર્ષની વિદ્યાર્થિનીને નિર્વસ્ત્ર થવા ફરજ પાડ્યા પછી તેને બ્લેકમેઈલ કરનારને પોલીસે શોધી કાઢ્યો તો તે તેની જ સ્કૂલનો 13 વર્ષનો ટીનેજર નીકળ્યો. પોલીસે ટીનેજરની ઉંમરને ધ્યાનમાં લેતાં તેનાં માતા- પિતાને નોટિસ આપી છે.
વિદ્યાર્થિની પશ્ચિમી પરામાં માતા- પિતા સાથે રહે છે. તેનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે. લોકડાઉન દરમિયાન તેણે અજ્ઞાત યુઝરની ફ્રેન્ડશિપ રિક્વેસ્ટ સ્વીકારી હતી. આ પછી બંનેએ ચેટ શરૂ કર્યું હતું અને ધીમે ધીમે ચેટમાંથી મૈત્રી થઈ હતી. વિદ્યાર્થિની તેને અંગત રીતે જાણતી નહોતી. લોકડાઉન દરમિયાન આ પછી બંને ગેમ ઓફ ટ્રુથ ઓર ડેર રમવા લાગ્યાં હતાં. આ ગેમમાં સાચું બોલવાનું અથવા મુશ્કેલ ટાસ્ક પાર પાડવામાંથી એકની પસંદગી કરવાની હોય છે.એપ પર વિડિયો કોલિંગ ફીચરનો ઉપયોગ કરતાં છોકરાએ ડેર (હિંમત) વિકલ્પ હેઠળ છોકરીને નિર્વસ્ત્ર થવા માટે કહ્યું.
આ પછી છોકરાએ પોતાના હેન્ડસેટ પર સ્ક્રીન- રેકોર્ડિંગ ઓપ્શનનો ઉપયોગ કરીને તેની ફિલ્મ ઉતારી લીધી. આ ફીચર ચુનંદા હેન્ડસેટમાં આવે છે અને દેખીતી રીતે જ છોકરા પાસે ઉચ્ચ કક્ષાનો ફોન હતો અને તેના ફીચરથી તે સારી રીતે વાકેફ હતો, એમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પછીના ચેટિંગમાં છોકરાએ રેકોર્ડ કરેલો અશ્લીલ વિડિયો મોકલવાનું શરૂ કર્યું. છોકરી સ્તબ્ધ રહી ગઈ હતી. આ પછી છોકરાએ તેની માગણીઓ નહીં સ્વીકારે તો સોશિયલ મિડિયા પર વિડિયો પોસ્ટ કરવાની ધમકી આપી હતી. તેની ઉંમર જોતાં પોલીસે ચાર્જશીટ દાખલ કરવા સમયે છોકરાને કોર્ટમાં હાજર કરવા માતા- પિતાને નોટિસ આપી છે.
છોકરાનાં માતા- પિતાને આંચકો
છોકરો સદ્ધર પરિવારનો છે અને તેનાં માતા- પિતા સુશિક્ષિત વ્યાવસાયિકો છે. તેઓ પણ છોકરાએ મોબાઈલ પરથી આ કઈ રીતે કર્યું તેની બિલકુલ કલ્પના નહીં હોવાનું હોવાનું જણાવીને આંચકો પામ્યાં હતાં. લોકડાઉન દરમિયાન છોકરો મોટા ભાગના સમય તેના રૂમમાં વિતાવતો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે માતા- પિતાઓએ પોતાના બાળકની ઓનલાઈન પ્રવૃત્તિઓ પર તેથી જ ધ્યાન રાખવાનું જરૂરી છે. અન્યથા મોટો અનર્થ થઈ શકે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.