તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સસ્પેન્ડેડ એપીઆઈ સચિન વાઝેની ધરપકડ બાદ એનઆઈએ દ્વારા નવમી કાર જપ્ત કરવામાં આવી છે. વાઝે કેટલો પહોંચેલો પોલીસ અધિકારી હતો તે આ પરથી હવે સ્પષ્ટ થઈ રહ્યું છે. એનઆઈએ દ્વારા વધુ એક કાર (MH46X3420) વ્હાઇટ મર્સિડીઝ શનિવારે જપ્ત કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
વાઝે અલગ અલગ જગ્યાએ જુદી જુદી કારનો ઉપયોગ કરતો હતો. ગુનાના દિવસે પણ તેણે અલગ અલગ કાર ઉપયોગ કરી હતી. એનઆઈએ વાઝેએ કઈ કાર ક્યારે ઉપયોગ કરી અને ગુના માટે કઈ કાર ઉપયોગ કરી હતી તે શોધી રહી છે.નોંધનીય છે કે 25 ફેબ્રુઆરીના રોજ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક સાથેની મહિંદ્રા સ્કોર્પિયો કાર મળી આવી હતી. આ પછી 15 માર્ચે વાઝે સ્કોર્પિયોનો પીછો કરતો હતો તે ઈનોવા કાર મળી આવી હતી. 16 માર્ચે એનઆઈએ દ્વારા પોલીસ ગેરેજમાં છુપાવવામાં આવેલી બ્લેક મર્સિડીઝ શોધી કાઢવામાં આવી હતી. 18 માર્ચે ક્રાફર્ડ માર્કેટથી બ્લુ મર્સિડીઝ જપ્ત કરાઈ હતી.
આ જ દિવસે થાણેથી વાઝેની લેન્જક્રુઝર પ્રાડો જપ્ત કરવામાં આવી હતી. 22 માર્ચે દમણથી વોલ્વો કાર હસ્તગત કરવામાં આવી હતી. 30 માર્ચે નવી મુંબઈના કામોઠે ખાતેથી આઉટલેન્ડર જપ્ત કરાઈ હતી. 31 માર્ચે વસઈ- વિરારથી ઓડી કાર અને હવે મુંબઈમાંથી વધુ એક મર્સિડીઝ જપ્ત કરવામાં આવી છે.
ચાલ કોઈ ભી ચલે, અપને અપનોંકો નહીં મારતે
2 માર્ચે વાઝે અને તેનો સાગરીત સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ વિનાયક શિંદે મનસુખની હત્યાની યોજનામાં વ્યસ્ત હતા. તે દિવસનું બાંદરા- વરલી સીલિંકનું એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. દક્ષિણ મુંબઇથી અંધેરી તરફ જતી ઓડી (MH04FZ6561) કારમાં વાઝે અને શિંદે સાથે દેખાયા હતા. આ પછી શિંદેએ 4 માર્ચે મનસુખની હત્યા કરી હતી. તે જ દિવસે તેણે ફેસબુક પર એક પોસ્ટ લખ્યું હતુઃ મને ચેસ ખૂબ ગમે છે, કારણ કે તેનો એક નિયમ ખૂબ સારો છે. ચાલ કોઈ ભી ચલે, અપને અપનોંકો નહીં મારતે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.